4 વાહનો વચ્ચે અકસ્માત, 1 નું મોત તો અન્ય ત્રણ થયા ઈજાગ્રસ્ત 

ક્યાં બની છે આ ઘટના વાંચો વિગતે 

4 વાહનો વચ્ચે અકસ્માત, 1 નું મોત તો અન્ય ત્રણ થયા ઈજાગ્રસ્ત 

Mysamachar.in-ભરૂચ:

રાજ્યમાં અકસ્માતોની વધી રહેલ ઘટનાઓમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, ભરૂચ નજીક અંકલેશ્વરના પાનોલી નજીક નવજીવન ચોકડી નજીક ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર અને ટેમ્પા અને કન્ટેનર અને બાઈક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો . અકસ્માત ના 3 થી વધુ લોકોને ઇજા પહોંચી અને એકનું મોત નિપજ્યું હતું. અંકલેશ્વર થી સુરત તરફ જતા માર્ગ પર નવજીવન ચોકડી અને પાનોલી વચ્ચે આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સમી સાંજના સર્જાયેલા અકસ્માતમાં કન્ટેનર અને ટેમ્પા વચ્ચે એક બાઈક અને એક્ટિવા મોપેડ આવી ગઈ હતી ચાર વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક અને મોપેડ સવાર દંપતિને ઇજા પહોંચી હતી તેમજ આઇસર ટેમ્પા ચાલાક ને પણ ઈજા પહોંચી હતી જે પૈકી બાઈક ચાલકને સામાન્ય ઇજા પહોંચતા તે ત્યાંથી નીકળી ગયા હતા હતા અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.