3 કાર વચ્ચે સર્જાયો અકસ્માત, કારના પડીકા વળી ગયા, 2 લોકોના મોત

6 લોકો ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડાયા

3 કાર વચ્ચે સર્જાયો અકસ્માત, કારના પડીકા વળી ગયા, 2 લોકોના મોત

Mysamachar.in-બનાસકાંઠા

રાજ્યમાં અલગ અલગ હાઈવે પર દિનપ્રતિદિન વાહન અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, એવામાં આજે બપોરના સુમારે બનાસકાંઠાના પાલનપુર-દાંતા હાઈવે પર થુરના પાટિયા પાસે ત્રણ કાર વચ્ચે એટલે કે ટ્રિપલ અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 6 ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે, સ્કોર્પિયો, ઇકો અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા,

અકસ્માતમાં એટલો ભયંકર હતો કે, ત્રણેય કારના આગળના ભાગના ડૂચા નીકળી ગયા હતા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. જ્યારે 108 દ્વારા ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.