Mysamachar.in-જામનગર
જામનગર ખંભાળિયા હાઈવે પર પડાણા પાટિયા નજીક મુરલીધર હોટેલ પાસે ગત રાત્રીના 11:00 વાગ્યા આસપાસ બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, અકસ્માત બાદ ડ્રાઈવરનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતુ અને સાથે અન્ય એક માણસને નાની મોટી ઇજાઓ હોવાથી બન્નેને વધું સારવાર માટે જામનગર ની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે મેઘપર પોલીસ અને સીક્કા 108ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. જેમાં એક ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતુંઅકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રક ચાલક અંદર ફસાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. આ અંગે મેઘપર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.