2 કાર વચ્ચે અકસ્માત..બન્ને ગાડીનો ડૂચો બોલી ગયો, 5 ના મોત

અહી બની છે ઘટના વાંચો વિગત

2 કાર વચ્ચે અકસ્માત..બન્ને ગાડીનો ડૂચો બોલી ગયો, 5 ના મોત

Mysamachar.in:ભરુચ

ભરુચ જીલ્લામાં આજે સાંજના સુમારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કુલ 5 લોકો કાળનો કોળીયો બન્યા છે. મળતી માહિતી પ્રમાણે, ભરૂચ જીલ્લાના હાંસોટ નજીક બે કારની ટક્કર થઇ હતી જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં 2 વર્ષના બાળક સહિત અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના હાંસોટ તાલુકામાં હુન્ડાઈ વેન્યૂ અને વર્ના કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ચાર મહિલા અને એક પુરુષ સહીત પાંચ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.