અકસ્માત એટલો ગંભીર હતો કે સુમો ગાડી ઓળખી પણ ના શકાય, મામલતદાર અને ડ્રાઈવરનું મોત

રાજ્યમાં આ જીલ્લાની છે ઘટના

અકસ્માત એટલો ગંભીર હતો કે સુમો ગાડી ઓળખી પણ ના શકાય, મામલતદાર અને ડ્રાઈવરનું મોત

Mysamachar.in-બનાસકાંઠા

રાજ્યમાં અકસ્માતોની વધી રહેલી ઘટનાઓ વચ્ચે બનાસકાંઠાના લુણાવાડા મામલતદારની સરકારીગાડી અને અન્ય એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મામલતદાર સહિત ડ્રાઇવરનું મોત નિપજ્યું છે. મહીસાગરમાં મોડીરાત્રે ખલાસપુર ગામ પાસે લુણાવાડા મામલતદારની સરકારી ગાડી અને અન્ય એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં મામલતદાર રાકેશ ડામોર સહિત ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતમાં મામલતદારની ગાડી ના ઓળખાઈ તેવી બની જવા પામી હતી, અને એકબાજુથી ગાડી ચિરાઈ ગઈ હતી, જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે મામલતદાર રાકેશ ડામોરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતું. લુણાવાડા મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.