હાઈબોન્ડ સિમેન્ટ કંપનીમાં દુર્ઘટના, 3 ના મોત

પોલીસ દ્વારા તપાસ શરુ, કમ્પનીએ સતાવાર માહિતી આપી નથી

હાઈબોન્ડ સિમેન્ટ કંપનીમાં દુર્ઘટના, 3 ના મોત

My samachar.in:-રાજકોટ

રાજકોટ જીલ્લાના ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં આજે વહેલી સવારે એક કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં ફેક્ટરીમાં જ કામ કરતા ત્રણ શ્રમિકના મોત નીપજયાની માહિતી સામે આવી રહી છે, ત્રણેય શ્રમિકો ફેક્ટરીમાં કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો.આજે સવારે ચાર વાગ્યે ફેક્ટરીની અંદર કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો.આશિષ સોલંકી, સુત્રાપાડાના રાહુલ પંપાણિયા અને ઉત્તરપ્રદેશના બલવા ગોરીનાં અમર શિવધારાભાઈ વિશ્વકર્માના મોત નિપજ્યા હતા..

ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા પોલીસ તપાસ અર્થે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તેમજ ત્રણેય યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.ત્રણેય યુવાનો વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા અને બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જો કે હજુ સુધી કંપની તરફથી સમગ્ર ઘટના અંગે કોઇ સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપવામાં નથી આવી.