અકસ્માત:કાર પલ્ટી મારી જતા 2 ના મોત

અકસ્માતમાં અમદાવદના વૃદ્ધ દંપતીનું મોત નીપજ્યું

અકસ્માત:કાર પલ્ટી મારી જતા 2 ના મોત

Mysamachar.in-મોરબી

વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાર પલ્ટી મારી જતા કારમાં સવાર ત્રણ લોકોમાંથી બે ના મોત નીપજ્યા છે, મોરબી નજીક હળવદના ઢવાણા ગામના પાટિયા પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો જેમાં અમદાવાદથી હળવદ તરફ આવતી કાર પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક વિગતો સામે આવી છે અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોમાંથી બે ના મોત થયા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે, અકસ્માતમાં મોતને ભેટનાર દંપતી અમદાવાદના હોવાનું હતા બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી અને વધુ તપાસ સાથે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.