ઇકોકાર અને ટ્રક વચ્ચે અકસ્માત,૨ ના મોત 

કારનો ભુક્કો બોલી ગયો..

ઇકોકાર અને ટ્રક વચ્ચે અકસ્માત,૨ ના મોત 

Mysamachar.in:ખેડા:

રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે,તેમાં ક્યાંક ને ક્યાંક ચાલકોની બેદરકારી અને નિયમોની અમલવારી ના કરતાં હોવાનું અનેક્ કિસ્સાઓમાં સામે આવતું રહે છે,અકસ્માતોની વણજાર વચ્ચે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે,

ખેડાની ખોડિયાર ચોકડી પાસે ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાતા ઘટના સ્થળે જ બે લોકોના મોત નિપજ્યા હતા.કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ઇકો કારનો ભુક્કો બોલી ગયો હતો,અને 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, મોતને ભેટેલા તમામ લોકો આણંદ જિલ્લાના ખંભાતના રહેવાસી હતા.બનાવને પગલે ૧૦૮ અને એમ્બ્યુલન્સ,પોલીસ સહિતની ટીમો પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.