Mysamachar.in-જામનગર:
એસીબી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી એક બાદ એક સફળ ટ્રેપ કરવામાં આવી રહી છે, આજે જામનગર એસીબીને પણ સફળતા મળી છે, અને આજે એક ડીકોય ટ્રેપમાં જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો પટાવાળા તરીકેની નોકરી કરતો શખ્સ એસીબીને હાથ ઝડપાઈ ગયો છે.એટલે કે લાંચિયા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની દિવાળી બગડવાની શરૂઆત થઇ ચુકી હોય તેમ જામનગર મહાનગરપાલિકામાં વર્ગ-4 ડાયાભાઇ કરશનભાઈ હુણ, પટ્ટાવાળા, આરોગ્ય વિભાગ 500 રૂપિયાની લાંચ લેતા દીપ વસ્તુ ભંડાર નામની દુકાન કાલાવડ નાકા બહાર, મોરકન્ડા રોડ પરથી ઝડપાઈ ચુક્યો છે, આ અંગે વધુમાં મળી રહેલ વિગતો મુજબ એસીબી ટીમ જામનગરને ખાનગીરાહે આધારભુત માહિતી મળેલ કે..
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી કર્મચારી દ્વારા ફૂડ લાઇસન્સ કાઢી આપવા માટે રૂ.500 થી રૂ.5000 લાંચ પેટે માંગણી કરી મેળવે છે અને આવા લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી વેપારીને ફૂડ લાઇસન્સ મળતું ના હોય,જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા ફૂડ શાખામાં સાહેબોની સાથે સતત રહેતો પટાવાળો ડાયાભાઇ એસીબીને સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચોની હાજરીમાં ફૂડ લાઇસન્સ આપી અવેજ પેટે લાંચની રકમ રૂ.૫૦૦ની માંગણી કરી સ્વીકારી રંગે હાથ પકડાઇ જઈ ગુન્હો કર્યા બાબત.આ ટ્રેપ મદદનીશ નિયામક રાજકોટ એકમ એ.પી.જાડેજાના માર્ગદર્શન મુજબ પી.આઈ.જામનગર એ. ડી. પરમાર દ્વારા કરવામાં આવી હતી.