Mysamachar.in:જામનગર
જામનગર નજીક આવેલ સિક્કા ટીપીએસ ખાતે આવેલ વીઆઈપી ગેસ્ટ હાઉસના તત્કાલીન ડેપ્યુટી જનરલ મેનેજર વિરુદ્ધ એસીબીએ તપાસના અંતે ગુન્હો દાખલ કરતા આ મામલે જામનગરના સરકારી બાબુઓમાં સારી એવી ચકચાર જગાવી છે, જેની સામે એસીબી સતાના દુરપયોગનો ગુન્હો દાખલ કર્યો છે તે કલ્પેશ બી. જરીવાલા, તત્કાલીન નાયબ મહાપ્રબંધક, વર્ગ-1, સીક્કા, ટી.પી.એસ. હાલ: કે.એલ.ટી.પી.એસ., પાનન્ધ્રો, (બરતરફ) નાઓ વિરૂધ્ધ સતાનો દુરપયોગ કરવા અંગેની પ્રાથમીક તપાસ દરમ્યાન એકત્રીત થયેલ પુરાવાને ધ્યાને લેતાં, આરોપીએ માર્ચ-2019 થી તા.05/12/2019ના સમયગાળા દરમ્યાન પોતાની ડી.જી.એમ. તરીકેની કાયદેસરની પારદર્શક વહિવટ કરવાની ફરજ તથા જવાબદારી હોવા છતા ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જયારે સીક્કા ટી.પી.એસ. ખાતે ફરજ બજાવતા હતા…
ત્યારે સીકકા ટી.પી.એસ. ખાતે આવેલ વી.આઇ.પી. ગેસ્ટ હાઉસમાં કેટરીંગનો તથા હાઉસકીપીંગનો કૉન્ટ્રાકટ આપવા માટે જરૂરી દસ્તાવેજોની ચફાસણી કર્યા વગર કે અરજદારની યોગ્યતા ન હોવા છતાં, કોન્ટ્રાક્ટ આપવા માટે જુદા જુદા સમયે અને પ્રસંગે કોન્ટ્રાકટર પાસેથી ગેરકાયદેસર લાંચના રૂ.૩૬,૬૦૦/- મેળવેલ તેમજ કોન્ટ્રાકટર પાસે ગેરકાયદેસર રીતે હોટલ બુક કરાવી અનુચિત લાભ મેળવી, પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરેલ હોય.જે અંગે સિક્કા થર્મલ પાવર સ્ટેશન, ટી.પી.એસ. જામનગરના મુખ્ય ઇજનેરની લેખિત ફરીયાદ આધારે જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.07/2022 ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-1988 (સુધારો-2018) ની કલમ-7(3), 13(1)(a), તથા 13(2) મુજબનો ગુન્હો તા.18/7/21022ના રોજ દાખલ કરવામાં આવેલ છે.
-તમે પણ કરી શકો છો એસીબીને ફરિયાદ
સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગેના વ્યવહારોની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નં. 1064, ફોન નં.079 22866772, ફેક્સ નં.079-22869228, ઇમેઇલ-astdir-acb f2 @gujarat.gov.in.,Whatsapp No. 9099911055 ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સી.ડી. દ્વારા અથવા પેન ડ્રાઇવ મા પણ માહિતી મોકલવા નાગરીકોને આહવાન કરવામાં આવે છે.