Mysamachar.in-મહીસાગર:
ગતરોજ તલાટી કમ મંત્રી એસીબીની અડફેટ ચઢ્યા બાદ આજે મામલતદાર કચેરીનો સર્કલ ઓફીસર નોંધ પાકી કરવા પેટે કટકી સ્વીકારતા ઝડપાઈ ચુક્યો છે.મહીસાગર જીલ્લાના લુણાવાડા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા જીગ્નેશકુમાર બિપીનચંદ્ર પંડ્યાને એસીબીએ ઝડપી પાડતા જીલ્લામાં સોંપો પડી જવા પામ્યો છે.
આ કેસમાં ફરિયાદીના કુટુંબી ભાઈએ વેચાણ રાખેલ જમીન ફરિયાદીના કાકાના નામે કરવા સારું કાચી નોંધ પડી ગયેલ હોય જે નોંધ પાકી કરવાના અવેજ પેટે સર્કલ ઓફીસર જીગ્નેશ પંડ્યાએ 10,000 ની માંગણી કરેલ, જે લાંચ ફરિયાદી આપવા માંગતા ના હોય, એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ અન્વયે લાંચના છટકાનું એસીબીએ આયોજન કરતા સર્કલ ઓફિસરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાંની માંગણી કરી સ્વિકારી ઝડપાઇ જતા એસીબીએ ધોરણસરની કાર્યવાહી કરી છે.