આજનો સમય આધુનિક ટેકનોલોજી નો સમય છે..આજના સતત ભાગદોડ વચ્ચેની જિંદગીમાં લોકો દરેક કામ પોતાની આંગણી ના ટેરવે જ પુરા કરવા માંગે છે..આંગણી ના ટેરવે જ સમગ્ર દુનિયાની ચહલપહલ પોતાના મોબાઈલમાં લોકો જોવા માંગેછે… જેમાં પળેપળની ઘટનાઓ અને સમાચારો નો પણ સમાવેશ થાય છે…ત્યારે આધુનિક ટેકનોલોજીનો ભાગ બની ચુકેલ સોશિયલ મીડિયા ના માધ્યમને ધ્યાને રાખી my samachar.in નામના જામનગર ના સૌપ્રથમ ન્યૂજ વેબપોર્ટલનો પ્રારંભ કરવાનો અમને ગર્વ છે…
જામનગર અને દેવભૂમિ દ્વારકા એટલે કે આપણા હાલાર ઉપરાંત ગુજરાત ના મહત્વના સમાચારો અને ઘટનાઓ આપના સુધી પહોચાડવાનો અમારો પ્રયાસ અવિરત ચાલતો રહેશે..અને અમને એ પણ વિશ્વાસ છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા સહીત રાજયના લોકોની સમાચાર માટે પ્રથમ પંસદ my samachar.in ન્યૂઝ વેબપોર્ટલ બની રહેશે.આપના કોમ્પ્યુટર કે પછી સ્માર્ટફોનમાં my samachar.inલોગઇન કરતાની સાથે આપ સમગ્ર જામનગર સાથે જ રાજ્યના તમામ સમાચારો થી વાકેફ થઇ જશો..અમારા પોર્ટલ પર આપને સચિત્ર ઘટનાઓ વિશ્લેષ્ણ સાથે મળશે…અમારો અભિગમ રહેશે કે પ્રજાની સ્પર્શતી દરેક વાતો,સમસ્યાઓ,ઘટનાઓ અને રાજકીય ઉથલપાથલ પળેપળનું અપડેટ આપને અમારા ન્યૂઝવેબપોર્ટલ સાથે જોડાઈ જવાથી મળશે જામનગર થી શરૂ થયેલ હાલાર પંથક નું આ પહેલું વેબપોર્ટલ છે..જેમાં જામનગર થી માંડીને સમગ્ર ગુજરાતના સમાચારો આપવાનો અમારો પ્રયાસ રહેશે…જામનગર નો બ્રાસ અને બાંધણી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રચલિત છે..તો મહાકાય રિફાઈનરીઓનું હબ પણ જામનગર છે..ચાર ધામો માં નું એક યાત્રાધામ દ્વારકા પણ આ જ જીલ્લામાં છે..
ફેસબુકમાં અમારું FB page my samachar.in ane FB Account my samachar webportal ઉપરાંત સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ જેવા કે વોટ્સઅપ,ટ્વીટર,ઇન્સ્ટગ્રામ, સહિતના સોશિયલ મીડિયા પર પણ આપને અમારા સૌથી ઝડપી અને સૌથી સચોટ અને સૌથી વિશ્વસનીય સમાચારો મળી શકશે….જામનગર થી સૌપ્રથમ વેબપોર્ટલ શરૂ કરવાનો અમારો લક્ષ્યાંક લોકોની સમસ્યાઓને વધુ ને વધુ ઉજાગર કરવાનો છે..પ્રજાને કનડતા પ્રશ્નોને my samachar.in ના માધ્યમ થી શક્ય વાચા આપી અને તંત્ર સુધી લોકો નો અવાજ પહોચે તેના માટે my samachar.in ની ટીમ હમેશા કટીબદ્ધ હશે…પત્રકારીત્વ ક્ષેત્રે વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા નામાંકિત પત્રકારોની ટીમ સાથે my samachar.in લોકો સુધી નીડર અને નિષ્પક્ષ પત્રકારીત્વધર્મ બજાવવાનું કાર્ય કરશે…
આપ આપના કીમતી સુચનો અને સમસ્યાઓ નીચે જણાવેલ મોબાઈલ નંબરો ઉપરાંત અમારા ઈમેઈલ આઈડી પર પણ મોકલી શકો છો
રવિ બુદ્ધદેવ - ૯૮૨૪૨૦૭૬૨૭ દર્શન ઠક્કર - ૯૮૨૪૨૩૨૬૩૨