આંગણવાડી બહેનો એ પડતર માંગણીઓને લઈને યોજ્યા ધરણા...

આંગણવાડી બહેનો એ પડતર માંગણીઓને લઈને યોજ્યા ધરણા...

mysamachar.in-જામનગર:ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ ના નેજા હેઠળ આંગણવાડી બહેનો એ પોતાની પડતર માંગણીઓ સાથે આજે જામનગરના લાલબંગલા સર્કલ ખાતે ધરણા યોજી અને જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી...
આંગણવાડી બહેનોની માંગો છે કે તેને સરકારી કર્મચારી જાહેર કરવાની સાથે,પીએફ,પેન્શન,ગ્રેચ્યુટી,જેવા લાભો આપવામાં આવે ઉપરાંત વેતનનું નિયમિત ચુકવણું,અંતરિયાળ અને કઠીન ક્ષેત્રોમાં  કામ કરતી બહેનોને વધારાનું એલાઉન્સ અને સીનયોરીટી ના ધોરણે પ્રમોશન આપવામાં આવે આવી અલગ અલગ મુદાઓ ની માંગણીઓ સાથેનું આવેદનપત્ર કલેકટર ને સુપત્ર કરી યોગ્ય થવા માંગણી કરી હતી..