સ્ત્રી પ્રકરણમા દ્વારકાના મૂળવાસર ગામે યુવકની કરપીણ હત્યા

પરિવારના સભ્યો પર પણ હુમલો..

સ્ત્રી પ્રકરણમા દ્વારકાના મૂળવાસર ગામે યુવકની કરપીણ હત્યા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, મરણ જનાર દીનેશભા નાગશીભા સુમણીયા નામના ૨૦ વર્ષીય યુવકને  બે માસ પૂર્વે આરોપીઓ કરશનભા જેસાભા ભઠડ, અર્જુનભા કરશનભા ભઠડ, વેજાભા ખેંગારભા ભઠડ, કાયાભા ઘોઘાભા માણેક સાથે સ્ત્રી પ્રકરણ બાબતે તકરાર થયેલ હોય તેનો ખાર રાખી અને આરોપી લાકડી અને લોખંડના  પાઇપ સહિતના  હથીયારો ધારણ કરી ઘરે ગુન્હાહીત ઇરાદા સાથે જઇ અને દિનેશભાને કપાળમા તેમજ છાતીમા તથા પેટના ભાગે તથા હાથે પગે તથા વાસામા છરીના આડેધડ ઘા મારી પેટના આંતરડા બહાર કાઢી જીવલેણ ઇજા કરી મોત નીપજાવી તેમજ દિનેશના પરિવારજનો અન્ય ૩ ને પણ હાથે પગે ફેકચર જેવી તેમજ છરી ના ઘા મારી ઇજા કર્યાનો ગુન્હો છે.ઘટનાની જાણ થતા પી.આઈ.વી.વી.વાગડિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિશેષ તપાસ હાથ ધરી છે.