મેદાનમાં લોખંડના ઘોડા પર લટકતી લાશ, હત્યા કે આત્મહત્યા.?

પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ શરુ કરી

મેદાનમાં લોખંડના ઘોડા પર લટકતી લાશ, હત્યા કે આત્મહત્યા.?

Mysamachar.in-રાજકોટ

રાજકોટ પશ્ચિમ રેલવેના ક્રિકેટ મેદાનમાં 30 વર્ષીય યુવાનની લટકતી હાલતમાં લાશ મળી આવી છે, આજે સવારના સમયે રાજકોટ પશ્ચિમ રેલવેના ક્રિકેટ મેદાનમાં લોખંડના મોટા ઘોડા પર લટકતી હાલતમાં 30 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતા રેલવે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ યુવાનના માથા પર સારવારનો પાટો બાંધેલો છે અને પેટ પર ઇજાના નિશાન છે. પોલીસ તપાસમાં મૃતક યુવાન પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે પરંતુ હજુ તેની ઓળખ મળી નથી ત્યારે બનાવ આપઘાતનો છે કે હત્યાનો? તે અંગે પોલીસે પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોઈ અને વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે.