જામનગરમાં એક અનોખો સરસ્વતી સન્માન સમારોહ યોજાઈ ગયો 

કોર્પોરેટર સુભાષ જોશીએ કરેલ આયોજનમાં વિદ્યાર્થીઓ વાલીઓનો સેલબ ઉમટ્યો 

જામનગરમાં એક અનોખો સરસ્વતી સન્માન સમારોહ યોજાઈ ગયો 

Mysamachar.in-જામનગર:

એસએસસી-એચએસસીની પરીક્ષાના પરિણામ પછી ઉચ્ચત્તમ ગુણાંકે ઉત્તીર્ણ થનારા પરીક્ષાર્થીઓને સન્માનિત તથા પુરસ્કૃત કરવાની વર્ષોથી કાર્યરત પરંપરામાં એક અવનવી તથા અનુકરણીય ભાત ઉપસી છે. જામનગરના વોર્ડ નં.3 ના ભારતીય જનતા પાર્ટીના 24 કલાક અને 365 દિવસ વોર્ડ નંબર ૩ માટે દોડતા સક્રિય નગરસેવક સુભાષભાઈ જોશી કે જેઓ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષપદની જવાબદારી પણ વહન કરી ચૂક્યા છે. તેઓએ મિત્રમંડળના સહયોગથી તેમના વોર્ડમાં વસતા અને શૈક્ષણિક વર્ષ 2021-22માં આ જાહેર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને એક જાહેર કાર્યક્રમમાં નિમંત્રિત કરી સન્માનિત કર્યા. આ સંખ્યા 350 ની આસપાસ હતી.

આમ છતાં તમામ પાસ આઉટ વિદ્યાર્થીઓને તેમના વાલીઓ, શિક્ષકો, રાજનીતિજ્ઞો, સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં મિષ્ટભોજન કરાવી શિલ્ડ, પ્રમાણપત્ર, શૈક્ષણિક ઉપકરણોની સ્મૃતિભેટ આપી ખરા અર્થમાં સરસ્વતી સન્માન કર્યું. આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય હકુભા જાડેજા, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શિક્ષણ શાસ્ત્રીઓએ એકસૂરે અભિપ્રાય વ્યક્ત કર્યો કે, ઉત્તીર્ણ થનારા તમામ પરીક્ષાર્થીઓને સન્માનિત કરવાનો આવો જાહેર કાર્યક્રમ કદાચ ગુજરાતભરમાં સર્વ પ્રથમ હશે...!તો નગરસેવક સુભાષ જોશીએ પણ, 'હવેથી દર વર્ષે આ જ પ્રકારનો કાર્યક્રમ યોજવાની' જાહેરાત કરી જેને વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધાવી લીધી હતી.