રાજ્યમાં અકસ્માતોની વણઝાર, રોડની સાઈડે ઉભેલ કારને ટ્રક ઠોકર મારતો ગયો, 3 ના મોત

ગઈકાલે લીંબડી નજીક અકસ્માતની ઘટનામાં 2 યુવકોના થયા હતા મોત

રાજ્યમાં અકસ્માતોની વણઝાર, રોડની સાઈડે ઉભેલ કારને ટ્રક ઠોકર મારતો ગયો, 3 ના મોત

Mysamachar.in-નવસારી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી તો જાણે અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ લાગે છે, રોજ રાજ્યના કોઈ ને કોઈ હાઈવે પર એવી અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, જેમાં લોકોને પોતાની મહામૂલી જિંદગી ગુમાવવાનો વારો આવે છે, આવી  જ વધુ એક અકસ્માતની ઘટના નવસારીમાં સામે આવી છે. જેમાં ચીખલીથી સુરત જઈ રહેલી ઇકો કારને આ અકસ્માત નડતા ત્રણ લોકોના મોત થયા છે. મળતી વિગતો મુજબ ખડસુપા પાસેના ઓવરબ્રિજ ઉપર ઇકો ગાડી બગડી હતી, જેને ડ્રાઇવર ઉતરીને ચેક કરતા હતા તે દરમિયાન અજાણ્યા ટ્રકચાલકે પાછળથી આ ઇકો કારણે ટક્કર મારી નાસી ગયો હતો ગત મોડી રાત્રે બનેલ આ ઘટનામાં મૂળ મધ્યપ્રદેશના કામદારો ઇકો કારમાં ચીખલીથી સુરત જઈ રહ્યા હતા. ગંભીર અકસ્માતને પગલે બે મહિલાનું સારવાર દરમિયાન અને એક પુરુષનું ઘટનાસ્થળે મોત થયું છે, તો કારમાં સવાર બે બાળકો સહિત અન્ય આઠને ઇજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.