હાઇવે પર ટ્રક બેકાબુ બન્યો  5 વાહનચાલકોને લીધા અડફેટે 1 નું થયું મોત

અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક ત્યાં જ મુકી નાશી ગયો

હાઇવે પર ટ્રક બેકાબુ બન્યો  5 વાહનચાલકોને  લીધા અડફેટે 1 નું થયું મોત

Mysamachar.in-મોરબી:

મોરબી જીલ્લાના વાંકાનેર હાઈવે પર આજે ઘટના સામે આવી છે, જેમાં ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર બપોરના સમયે વાંકાનેર હાઇવે પર મોરબી તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ બેકાબૂ નંબર પ્લેટ વગરના ટ્રકે ચોકડી નજીક પાંચથી વધુ બાઇક સવારને હડફેટે લીધા હતા તેમજ એક વ્યક્તિ ટ્રક નીચે ફસાઈ જતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક ત્યાં જ મુકી નાશી છુટ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ તેમજ આજુબાજુ રહેલા લોકો ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે રીફર કરવામાં આવ્યા હતા, પોલીસ આ ટ્રકચાલક અંગેની માહિતી મેળવવા તપાસ હાથ ધરી છે.