Mysamachar.in-જામનગર:
જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી વાહનચોરીના બનાવો ઉપરાછાપરી વધી રહ્યા હતા, ત્યારે આવા શખ્સોને ઝડપી પાડવા જામનગર શહેર બી ડીવીઝન પોલીસ કાર્યરત હતી. અને અંતે પોલીસને સફળતા મળી છે, જે સ્થળોએથી બાઈકચોરીના બનાવો સામે આવી રહ્યા હતા તેવા કેટલાક બનાવ સ્થળની આસપાસના સી.સી.ટી.વી. કેમેરા તથા કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરા ફુટેજ તપાસી જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલ દરમ્યાન કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેજ પરથી બે ઇસમો શંકાસ્પદ રીતે ચોરીમાં ગયેલ મોટરસાઇકલ સાથે જોવામાં આવેલ જે બંન્ને ઇસમો મોટરસાઇકલ સાથે લાલપુર બાયપાસથી નરમાણા તરફ જતા હોવાનુ જણાયેલ.
આજરોજ વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા I/C પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના અને પોલીસ ઈન્સપેકટર કે.જે.ભોયેના માર્ગદશન મુજબ તથા પીએસઆઈ સી.એમ.કાંટેલીયા સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી મળેલ કે ઉપરોક્ત બંન્ને શકદારો નથુ આહિર જે.સી.બી. વાળો તથા અન્ય એક શખ્સ ઘણી બધી ચોરીઓમાં સંડોવાયેલ છે અને હાલ ચોરીના મોટરસાઇકલ લઇને નાગનાથ નાકા વિસ્તારમાં ફરે છે, જે હકીકત આધારે નાગનાથ સર્કલ પાસે વોચ ગોઠવી સ્વામીનારાયણનગર તરફથી બે ઈસમો હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઈકલ લઇ નીકળતા જેઓના ચહેરા કમાન્ડ કંટ્રોલના લીધેલ ફોટાઓ સાથે મળતા આવતા હોય તુરત જ તેઓને રોકી લઇ ઇસમોના નામ સરનામુ પુછતા ચાલકે પોતાનુ નામ નથુભાઇ ખીમાભાઇ ભીખાભાઇ કોટા જાતે આહિર રહે, ભુપત આંબરડી ગામ તા. જામજોધપુરનું હોવાનું જણાવેલ. તથા પાછળ બેસેલ ઇસમ કાયદાથી સંર્ઘષીત કિશોર હોય જેથી તેઓના કબ્જામાંથી ચોરીમાં ગયેલ કાળા કલરનું જે ચોરીમાં ગયેલ મોટરસાઇકલ હોય જેથી ત્રીસ હજાર ગણી કબ્જે કરેલ છે, તેમજ મજકુર બંન્ને ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા જામનગર શહેરમાં પણ અન્ય મોટરસાઇકલ ચોરીઓ કરેલ હોય જે મોટરસાઇકલ નીચે મુજબના રીકવર કરેલ છે.
આરોપી નથુ તથા કાયદાથી સંઘર્ષિત કિશોરએ સાથે મળી ચોરી કરી મેળવેલ કુલ 14 મોટરસાઇકલ તથા આરોપી નથુ તેમજ સુરસીંગએ મળી ચોરી કરેલ 1 મોટરસાઇકલ મળી કુલ 15 મોટરસાઇકલ કિ.રુ. 3.60 લાખના મુદામાલ કબ્જે કરેલ છે.આ કામગીરી રવીરાજસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દેવસુરભાઇ સાગઠીયા તથા દેવેનભાઇ ત્રિવેદી, હરદીપભાઇ બારડ, યુવરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.