વ્યસન મુક્ત બની શકાય મક્કમ મનની છે જરૂર,આજથી નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

વાંચો...વ્યસન મુક્ત કઈ રીતે કહી શકાય? ગાંધી જયંતિથી જામનગર-દ્વારકા જિલ્લામા જનજાગૃતિ અભિયાન 

વ્યસન મુક્ત બની શકાય મક્કમ મનની છે જરૂર,આજથી નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

Mysamachar.in-જામનગર

દર વર્ષની જેમ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિનના દિવસથી એટલે કે તા.2/10/ થી તા. 08/10 સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું સરકારએ નક્કી કરેલ છે તેના ભાગરૂપે જામનગર જીલ્લામાં નશાબંધી સપ્તાહ ઉજવણીનો પ્રારંભ આજ્થી થયો છે, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના સઘન માર્ગદર્શન હેઠળ જામનગર નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક સહદેવસિંહ વાળા તેમજ નશાબંધી અને આબકારી કચેરીના સર્વે ઇન્સ્પેક્ટરો-સ્ટાફ તેમજ જાગૃત વિદ્યાર્થીઓ-બાળકો-યુવાન ભાઇઓ બહેનો-સંસ્થાઓ સૌ જહેમત ઉઠાવી રહ્યા છે,

આ તકે નશાબંધી વિભાગના અધીક્ષક સહદેવસિંહ વાળાએ જણાવ્યુ કે નશાબંધી અને નશામુક્તિ માટે જહેમત ઉઠાવાની એટલે જરૂર છે કે નશો કે કોઇપણ વ્યસન વ્યક્તિના શરીરને ખુબ જ નુકસાન કરે છે તેનાથી થઇ રહેલા નુકસાનને જો શરીરની અંદર જોઇ શકાય તો વ્યક્તિને ધ્રુજારી ચડી જાય એટલી ખરાબ હાલત ગળુ અન્ન નળી જઠર આંતરડા તેમજ મગજ હાર્ટ સહિતના વાઇટલ ઓર્ગન પર થાય છે તેની સામે ફળ ઔષધો વગેરે આરોગ્યપ્રદ ચીજ વસ્તુઓ ખાવાની ટેવ પાડવી જોઇએ આ તકે તેમણે ઉમેર્યુ હતુ કે કલેક્ટર ડો,સૌરભ પારધીએ આ નશાબંધી સપ્તાહ પરીણામ લક્ષી રહે તેવુ આયોજન કરવા સુચના આપી હોઇ આજરોજ તેનો પ્રારંભ કર્યો છે.લોકજાગૃતિ અભિયાન શરૂ થયુ છે જે એક અઠવાડીયુ ચાલશે જે માટે બેનર સુત્રો સાયકલરેલી ગ્રામ્ય પ્રવાસ સહિતના કાર્યક્રમો માટે જહેમત ઉઠાવનાર બાળકો વિદ્યાર્થીઓ યુવાન ભાઇ બહેનો અને સંસ્થાઓ ની જહેમત સરાહનીય છે તેમણે સમગ્ર આયોજનમા પ્રાણ પુર્યા છે,

આ તકે mysamachar ના વ્યુઅર્સને  જણાવીએ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આપણા રાજ્યના છે તેમાંય આપણા તો પાડોશી જિલ્લાના છે તેમજ તેમના પાવન પગલા આઝાદીની લડત વખતે આપણા શહેર મા તે વખતના સ્ટેટમા બેડેશ્વર મહાદેવ મંદિરમા થયેલા ત્યા રોકાયેલા માટે દરેક રીતે ગાંધીજીએ જે કંઇ સુત્ર આપ્યા તેના પાલનની અને વિશેષરૂપે નશો નાશનુ મુળ છે તેમ જણાવી નશામુક્ત ભારતની તેમની કલ્પના છે તેનુ પાલન કરવાની હાલારની જવાબદારી વિશેષ હોઇ નશાબંધી અને આબકારી કચેરીના આયોજનની વધુ સફળતા થાય તે સૌની જવાબદારી બને છે તેમ વડીલો જાણકારો સમીક્ષકોએ સમાજને તંદુરસ્ત બનાવાની અપીલ કરતા જણાવ્યુ છે તેમજ ગાંધીનુ ગુજરાત નશામુક્ત ગુજરાત બને તેવી જાગૃતિ રાખવા જણાવાયુ છે જેથી ગાંધીનુ ગુજરાત વધારે ગૌરવથી કહી શકાય,

દારૂનું વ્યસન એક સામાજિક દુષણ હોય સમાજમાં અનેક પ્રકારના દુષણો અને જન્મ આપે છે. તંદુરસ્ત સમાજની નવરચના માટે નશાબંધી અનિવાર્ય છે. નશાબંધી સપ્તાહ દરમિયાન વ્યસનથી થતા નુકશાન સામેજાગૃતિ લાવવા સામાજિક આગેવાનો, સેવાભાવી સંસ્થાઓ અને શિક્ષિત વર્ગના સહિયારો પુરુષાર્થ દ્વારા વ્યસન  મુક્તિ અભિયાનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન નક્કી કરવામાં આવેલ છે નશાબંધી સપ્તાહ ઉદઘાટનનો કાર્યક્રમ ટાઉનહોલ ખાતેથી આજે પ્રારંભ થયો છે, આજે ટાઉનહોલ ખાતેથી જામનગર સાયકલીંગ ક્લબ અને ગાયત્રી પરિવાર સાથે રાખીને વ્યસનમુક્તિ રેલીનો પ્રારંભ થયો હતો.એક સપ્તાહ સુધી જીલ્લામાં વિવિધ જાહેરસ્થળોએ લોકજાગૃતિના ભાગરૂપે ચાલશે.જેમાં જામનગર અને દ્વારકા જિલ્લાના શહેરો અને ગામડાઓમા  રેડીયો ટી.વી. કલાકારો દ્વારા વ્યસન મુક્તિ સેમિનારનો સંદેશ આપતા ડાયરા, નશામુક્તિ ભવાઈનો કાર્યક્મ તેમજનશાબંધી પ્રદર્શન, વ્યસન મુક્તિ સાહિત્ય વહેંચણી અને લોકસંપર્ક, વ્યસનમુક્તિ મહિલા શિબિર, નશાબંધી પ્રદર્શન  વ્યસન મુક્તિ સાહિત્ય વહેંચણી સહિતના કાર્યક્રમોના આયોજન કરાયુ છે

-વ્યસન મુક્ત કઈ રીતે કહી શકાય ?

કેટલીક આયુર્વેદિક, એલોપેથી અને હોમિયોપેથીની દવાઓ નશો કરવાની ઈચ્છા શાંત પાડે છે. દારૂને બદલે કુવારપાઠુંનો અર્ક નશો કરવાની ઈચ્છા શાંત પાડે છે. અજમો અને વળીયારીનો અર્ક દારૂની લત છોડાવી શકે છે.અફીણના બદલામાં અગ્નિતુડીવટી, કર્પ રસવટી, ભાંગ ગાંજાના બદલામાં સાહી ચૂર્ણ ફાયદો કરી શકે છે.તમાકુના સેવનની ઈચ્છા થતા લીંબુ ચૂસવાથી ફાયદો થાય છે.લીમડાના પાન ચાવવાથી વ્યસન મુક્ત થઈ શકાય છે. મોસંબી, લસણ, ટામેટા, સંતરાં, તીખું કોળુ, નારંગી, કાકડી, સફરજનનો રસ વ્યસનમુક્ત થવામાં મદદ કરે છે.આમલીનો ગર્ભ, વાટેલું જીરું અને સિંધાલૂણ વ્યસનમુક્તિ કરાવી શકે છે.મધના સેવનથી શરીરમાં ઝેર બહાર નીકળી જતાં નશો કરવાની ઈચ્છા ઓછી થાય છે.તેમ નશાબંધી વિભાગના અધીક્ષકે ટીપ્સ આપતા વ્યસનો નશો છોડવાની અપીલ કરતા જણાવ્યુ છે.