Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ અસહ્ય છે, સામે લગત તંત્રો આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં ક્યાંક ને કયાંક ઢીલાશ વર્તી રહ્યા હોય નિર્દોષ નાગરીકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, થોડા દિવસો પૂર્વે જ કાલાવડ નજીક બાઈક આડે કુતરું ઉતરતા એક વ્યક્તિનું મોત થયાનું નોંધાયું હતું, ત્યાં જ આવી વધુ એક ઘટના જામનગર રાજકોટ હાઈવે પર ખીલોસ ગામ નજીક બનવા પામી છે, જેમાં એક યુવકે પોતાનો જીવ ખોયો છે,
ધ્રોલમાં વસવાટ કરતો મુકેશ પરમાર નામનો 25 વર્ષીય યુવક પોતાનું બાઈક લઈને જામનગર સગાઈના પ્રસંગે આવવા માટે નીકળ્યો હોય ત્યારે ખીલોસ ગામના પાટિયા નજીક ગાય આડે ઉતરતા મોટરસાઈકલ સ્લીપ થઇ જતા મુકેશને માથાને ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.