જીલ્લા પંચાયત નજીકના સર્કલમાં મુકાશે મહારાણા પ્રતાપની પ્રતિમા, સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવને વધાવતું રાજપૂત યુવા સંગઠન

જીલ્લા પંચાયત નજીકના સર્કલમાં મુકાશે મહારાણા પ્રતાપની પ્રતિમા, સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવને વધાવતું રાજપૂત યુવા સંગઠન

Mysamachar.in-જામનગર

જામનગર રાજપૂત યુવા સંગઠન અને રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ચાર વર્ષથી જામનગરમાં હિન્દુ હ્રદય સમ્રાટ મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવા માટે માંગણી ચાલુ હતી, ત્યારે તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષસ્થાને મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં રૂ.158 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. જયારે પંચાયત સર્કલમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવા અને સર્કલને તેમનું નામ આપવા ઠરાવ કરવામાં આવ્યો છે,

શહેરમાં જીલ્લા પંચાયત પાસેના સર્કલ આઈલેન્ડમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવા અને આ સર્કલને મહારાણા પ્રતાપ સર્કલ નામ આપવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યો જેના વધામણા આજે રાજપૂત યુવા સંગઠન અને રાજપૂત સમાજ દ્વારા લાલબંગલા ખાતે ફટાકડા ફોડી અને મો મીઠું કરાવી કરવામાં આવ્યા. અને મનપાના આ ઠરાવને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી છે.