પુરપાટ ઝડપે જઈ રહેલ ફોર્ચ્યુંનર કારે 3 લોકોને અડફેટ લીધા, 2 ના મોત

અકસ્માતની આખી ઘટના CCTV માં થી કેદ

પુરપાટ ઝડપે જઈ રહેલ ફોર્ચ્યુંનર કારે 3 લોકોને અડફેટ લીધા, 2 ના મોત

Mysamachar.in-કચ્છ

લકઝરી કારનું સ્ટેરીંગ હાથમાં આવી જાય પછી જાણે રસ્તા સુમસામ છે અને કોઈ આવનજાવન કરનાર નથી તેમ કેટલાક કારચાલકો વાહનો બેફામ હંકારતા હોય છે, અને તેનો ભોગ નિર્દોષ લોકો બને છે, આવી જ વધુ એક રૂવાળા ઉભા કરી દે તેવી ઘટના કચ્છના આદિપુરમાં સામે આવી જ્યાં એક કારચાલકે ત્રણ લોકોને અડફેટે લેતા પિતા-પુત્રના મોત નિપજ્યા છે. તો અન્ય એક વ્યકિત ઘાયલ થયા તેને સારવાર માટે ખસેડાયો છે. કારચાલક કાર મુકી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આદિપુર શહેરના જુમાંપીર દરગાહ પાસે પુરપાટ વેગે જઈ રહેલી G.J.12 DS 1545 નંબરની ફોર્ચ્યુનર કારે બાઈક પર જઈ રહેલા પિતા અને સાત વર્ષીય પુત્રને હડફેટે લઈ જોરદાર ટક્કર મારતા પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પિતાને સારવાર માટે ખસેડાતી વખતે મૃત્યુ થયું હતું. બાદમાં અન્ય એક રાહદારીને પણ ઈજા પહોંચાડી હતી. કાર અકસ્માત સ્થળ નજીક આવેલી એક દુકાનમાં જઈ અથડાતા રોકાઈ હતી. જો કે, ચાલક કાર છોડી નાસી છૂટ્યો હતો.

પુરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુંનર કારે ત્રણ વ્યક્તિને હડફેટે લેતા બે જણના મોત થયા હતા અને કાર એક દુકાનમાં જઈને ટકરાઈ હતી તેથી દુકાનમાં પણ ભારે નુકશાન પહોંચ્યું છે. તો હજુ એક વ્યક્તિની હાલત ગંભીર બતાવાઈ રહી છે. દુર્ઘટનાને પગલે લોકોની મોટી ભીડ એકત્ર થઈ જવા પામી હતી અને ઘાયલોને બચાવવા પ્રયાસ કર્યો હતો. આદિપુર પોલીસે કારના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ ગોઝારી હીટ એન્ડ રનની ઘટના બની તેમાં બાઇક સવાર પિતા-પુત્રને કચડી બેકાબુ ફોર્ચ્યુનર કાર દુકાનમાં ઘુસી ગઇ હતી અને આ આખી ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ અને ફૂટેજમાં જોતાં હચમચાવી નાખે તેવી આ ઘટનામાં પૂરપાટ આવેલી ફોરચ્યુનર કારના ચાલકે બે બાઇકને અડફેટે લીધા બાદ મૃતક મયુર હવામાં ફંગોળાઇ દુકાનમાં અથડાય છે અને તેનો પુત્ર કારમાં ઢસડાઇ રહ્યો છે ત્યારબાદ કાર બંધ દુકાનમાં અથડાય છે અને કાર અને દુકાન વચ્ચે મયુર દબાય છે. આમ આ ગોઝારી ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અને કારચાલક પર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.