Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકામાં LED લાઈટનું પ્રકરણ વર્ષોથી ગાજી રહ્યું છે, તેમાં કેટલાક નગરસેવકો તો કેટલાય અધિકારીઓએ પોતાના ગજવા ભૂતકાળમાં ગરમ કર્યા તેવી ચર્ચાઓ આજે પણ મનપામાં સાંભળવા મળે છે, અને તેના કારણે જ મનપાને ફાયદાની વાતો વચ્ચે નુકશાન થયાનું સૌ કોઈ જાણે છે.અને લાઈટ શાખાએ મનફાવે તેમ કામ કર્યાનો સ્પેશિયલ રીપોર્ટ ઓડીટમાં રજુ થયો છે જે ભારે ચોકાવનારો છે, એલ.ઇ.ડી. પ્રોજેકટના રજુ કરાતા બિલોમાં રહેલ ક્ષતિઓ અને અનિયમિતતા સબંધે અગાઉ પણ મેમાઓના નીચે મુજબના પારાઓ અન્વે તેમજ આ અંગેના ચેરમેનના પત્ર અન્વયે એલ.ઇ.ડી. પ્રોજેકટ અન્વયે પુરક માહિતી આપવા જણાવેલ.
-એસ્ટીમેટ તૈયાર કાર્ય વિના કામ શરુ…
જુદા જુદા સ્ટ્રીટ લાઇટ ધરાવતા નકશાઓ તેમજ સર્વેના રીપોર્ટ આધારે સૌ પ્રથમ કન્સલટન્સી પાર્ટી દ્વારા એરિયા મુજબ કેટલી એલ.ઇ.ડી. લાઇટની જરૂરત રહે તેનું એસ્ટીમેઇટ પત્રક બનાવવુ જોઇએ પરંતુ શાખા દ્વારા આવુ કોઇ એસ્ટીમેઇટ પત્રક તૈયાર કર્યા વગર જ કામ શરૂ કરી દેવામાં આવેલ.
-જરૂરી વોલ્ટ મુજબની ના લાગી લાઈટો…
સ્ટે.કમીટીના આ અંગેના ઠરાવ અન્વે રોડની પહોળાઇને ધ્યાને લઇ 7.5 થી 12 મીટર તેમજ 12 થી 18 મીટર રોડની પહોળાઇ લઇને તે મુજબ તે પ્રમાણેના વોલ્ટની લગાડવાની રહેતી હોય, પરંતુ આ અંગે પણ શાખા દ્વારા રોડના માપને ધ્યાને લઇ કેટલા વોલ્ટની એલ.ઇ.ડી. લાઇટો લગાડવામાં આવેલ છે તેની આધારો સાથે કોઇ જ પુર્તતા કરવામાં આવેલ નથી.
-ઓડીટ દ્વારા વારંવાર દોરવામાં આવ્યું ધ્યાન છતાં….
ખરેખર એલ.ઇ.ડી. લાઇટ લગાવ્યા પહેલા કોર્પો.ને પી.જી.વી.સી.એલ. દ્વારા કેટલું બીલ આવેલા અને આ લાઇટ લગાવ્યા બાદ કેટલું બીલ આવેલ જે અંગે પણ શાખાનું મેમાથી એનર્જી સેવિઝ સબંધે વારંવાર ધ્યાન દોરવા છતાં શાખા દ્વારા પી.જી.વી.સી.એલ. ના અગાઉના બીલો સાથે હાલના બીલો વેરીફાઇ કરી કોર્પોને કેટલો પાવર સેવિંગ્સ થયેલ ? કેટલો નાણાકીય લાભ થયેલ જે અંગે વેરીફાઇ કરી ઓડીટવિભાગને આધારો સહ કોઇ પુર્તતા કરવામાં આવેલ નહિ.
-નાખવામાં આવેલ લાઈટ અને ચૂકવેલ રકમની પૂર્તતા કરવામાં લાઈટ શાખાની દાંડાઈ…
ખરેખર એલ.ઇ.ડી. લાઇટો મે 2016 થી ફેબ્રુઆરી 2018 સુધી કુલ 29181-નાખવામાં આવેલ. જે અંગે પાર્ટીને ખરેખર જે રકમ ચુકવવાની થાય છે તેની સાથે પાર્ટી પાસેથી કરવાની રહેતી રીકવરી અંગેનું પત્રક પણ પાર્ટી દ્વારા રજુ કરવામાં આવેલ નહિ જે ગંભીર બાબતે પણ ઓડીટ વિભાગ દ્વારા ધ્યાન દોરવામાં આવેલ પરંતુ આ અંગે પણ શાખા દ્વારા કોઇ પુર્તતા કરાયેલ નહિ.
એનર્જી સેવિંગ્ઝ સબંધે પણ પી.જી.વી.સી.એલ. અથવા આઇ.ટી.આઇ. પાસે પરામર્શ કરી એનર્જી સેવિંગ્ઝ રીપોર્ટ રજુ કરવા જણાવેલ આ અંગે પણ શાખા દ્વારા કોઇ વિગત રજુ ન કરી, વગર રીપોર્ટ ફકત વચગાળાનો જવાબ જ કરવામાં આવેલ.એલ.ઇ.ડી પ્રોજેકટ અન્વયે 15 ઇ 29 કરોડના પ્રોજેકટના કેપીટલ ખર્ચ સબંધે પાર્ટી દ્વારા ખરેખર કેટલો કેપીટલ ખર્ચ કરવામાં આવેલ તદઉપરાંત સરકારના તા. 28-1016ના જી.આર. અન્વયે કેપીટલ ખર્ચ અને એન્યુટી સ્વરૂપમાં પ્રોજેકટ ખર્ચની રીકવરી અંગે પણ મ્યુ. કોર્પો.ના શ્રેષ્ઠ નાણાકીય હિતમાં લેવડાવવા શાખાને અત્રેથી લેખીત જાણ કરવામાં આવેલ છતા શાખા દ્વારા આ અંગે કોઇ જ પુર્તતા કરાયેલ નહી. પાર્ટી દ્વારા અત્યાર સુધી કેટલું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલ જે અંગે પણ શાખા દ્વારા કોઇ જ માહિતી આધારો સાથે રજુ કરવામાં આવેલ નહી.
આમ ઉકત જુદા જુદા પારાઓ અન્વયે પુર્તતા સાથે અમલવારી કરવા અંગે જે તે વખતે આ હકીકતલક્ષી વિગતની માહિતી સાથે સ્ટે. કમીટીને જાણ કરવામાં આવેલ. એલ.ઇ.ડી. પ્રોજેકટ હકીકતલક્ષી રીપોર્ટ સાથે અગાઉના ઓડીટ અહેવાલમાં પણ આ અંગે લગત શાખાનું ધ્યાન દોરવામાં આવેલ છે. પરંતુ આ અંગે કોઇ અમલવારી થયાનું જણાતું નથી. જે ગંભીર બાબત હોય, કોર્પો.ના આર્થિક હિતને સ્પર્શતી મહત્વની બાબત હોય આ અંગે અમલવારી કર્યાના આધારો સાથે ઓડીટને ખરાઇ વારંવારની તાકીદ છતાં લાઈટ શાખાના અધિકારીઓ છે જે કોઈને દાદ આપતા જ નથી.