Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ગતરાત્રીના સમયે એક લુંટની ઘટના સામે આવી છે, લુંટ ભલે મોટી રકમની હોય કે નાની રકમની પણ લુંટ થાય એટલે પોલીસ માટે પડકાર બની જાય છે લુંટારાઓ..જામનગર શહેરમાં પણ ગતરાત્રીના જ આવી જ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો જે બાદ રાતભર પોલીસ ટીમો આ લુટારાઓને શોધવા દોડતી રહી હતી, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરીએ તો…
નાગરપરા શેરી નં-૨ ખંભાળીયા નાકા બહાર, સિધ્ધનાથ હાઉસમાં વસવાટ કરતા પ્રકાશભાઇ ચંદ્રકાન્તભાઇ લાલ પોતાની દુકાન બંધ કરી પોતાનુ એકટીવા મો.સા નં-GJ-10-BQ-8502 નુ લઇ ને ધરે જતા હોય ત્યારે ૪૫,૦૦૦ રૂપીયા પર્સમા મુકી આ પર્સ થેલીમા મુકી પોતાના એકટીવા મો.સા.મા હેન્ડલ આગળ ટીંગાળેલ હોય તેમના ઘર નજીક પહોચતા બે અજાણ્યા મોટરસાઈકલ ચાલક પાછળથી આવી વેપારીને ધકકો મારી પછાડી દઇ આંખમા મરચાની ભુકી છાંટી એકટીવા મોટરસાઈકલમાં રહેલ પૈસાની થેલી ઝુટવી પલાયન થઇ ગયાની જાણ પોલીસને કરવમાં આવતા એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુ સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.