2 ટ્રક વચ્ચે રીક્ષા આવી જતા લાગી આગ, 2 જિંદગીઓ ભૂંજાઈ ગઈ

ના માત્ર બે ચાર લાઈન પરંતુ વિસ્તારથી અને સચોટ સમાચાર મેળવવા માટે આજે mysamachar.in ફેસબુક પેજને ફોલો કરો

2 ટ્રક વચ્ચે રીક્ષા આવી જતા લાગી આગ, 2 જિંદગીઓ ભૂંજાઈ ગઈ

Mysamachar.in-બનાસકાંઠા

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અકસ્માતોની ઘટનાઓ જાણે અટકવાનું નામ નથી લેતી, એવામાં આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઇવે પર સામે આવી જ્યાં બે ટ્રક વચ્ચે રીક્ષા આવી જતા આગ લાગી હતી, ડીસા-પાલનપુર હાઇવે પર ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે રિક્ષા આવી ગઈ હતી. અકસ્માત થતાં જ બંને ટ્રક અને રિક્ષામાં આગ લાગી હતી, જેમાં ડ્રાઇવર અને પેસેન્જર વાહનોમાં ફસાયા હોવાની આશંકા છે. બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે આવેલી રિક્ષાનો કુચ્ચો વળી ગયો હતો. અકસ્માત થતાં ત્રણે વાહનોમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતની જાણ ડીસા પોલીસ અને ફાયર વિભાગને કરાતાં ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા. જાણવા મળતી વિગતો મુજબ આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.