પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કોવિડની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ, શું કહ્યું  જામનગરની સ્થિતિ વિશે તે પણ જુઓ VIDEOમાં  

Mysamachar.in-જામનગર:

હાલમાં સમગ્ર ગુજરાતમાં શિયાળાના આગમન સાથે અને દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના કેસો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયે કોરોનાના સંભવિત સેકન્ડ વેવની સ્થિતિમાં જામનગર જિલ્લાને વધુ સલામત રાખી શકાય તે માટે જામનગરના પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય દ્વારા જિલ્લાના લાઇઝન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સર્વેલન્સ વધારવા, આઈ.ઇ.સી એક્ટિવિટી દ્વારા લોકોને વધુ સમજૂતી કરવા અને ટેસ્ટ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 


જામનગરમાં ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે કરી સખ્તાઇ દાખવવામાં આવશે તેમ જણાવી પ્રભારી સચિવએ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલમાં જે વિસ્તારમાંથી વધુ કેસ આવી રહ્યા છે તે વિસ્તારોમાં સર્વેલન્સની એક્ટિવિટી વધુ સઘન કરવામાં આવશે. ધનવંતરી રથ અને સંજીવની રથની અસરકારક કામગીરીનો પણ ફરી ઉપયોગ કરવામાં આવશે.આ બેઠકમાં જામનગરના ઉચ્ચઅધિકારીઓ કલેકટર રવિશંકર, કમિશ્નર સતીશ પટેલ, ડીડીઓ ડો.વિપિન ગર્ગ અને નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.