રિલાયન્સના કર્મચારીને આ રીતે લાગી ગયું 14 લાખ નું બુચ

લંડનની મહિલા સહિતની ટોળકીનું કારસ્તાન.?

રિલાયન્સના કર્મચારીને આ રીતે લાગી ગયું 14 લાખ નું બુચ

Mysamachar.in-જામનગર

દિવસે ને દિવસે ઓનલાઈન છેતરપીંડી ના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, અને અભણ લોકો તો ઠીક પણ ભણેલ ગણેલા શુશીક્ષિત લોકો પણ આવી જાળમાં ફસાય જાય છે તે બાબત બહુ કહેવાય...અહી વાત જામનગરની થી રહી છે, જામનગર નજી રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા એક કર્મચારી સાથે સોશિયલ મીડિયા દ્વારા વિશ્વાસ કેળવી અને  મોહજાળમાં ફસાવી સોફિયા નામની લંડનની યુવતી અને તેની ટોળકીએ રૂપિયા 14.45 લાખની છેતરપીંડી કરી ગયા હોવાની વિગતો સામે આવી છે. જામનગર નજીકની રિલાયન્સ કંપનીમાં આવેલ ટાઉનશીપમાં રહેતા અને કંપનીમાં નોકરી કરતા આશિષ છગનભાઈ સાકરિયા નામના કર્મચારીને ફેબ્રુઆરી મહિનામાં સોશિયલ મીડિયાના પોતાના ઇન્સટાગ્રામ એકાઉન્ટમાં લંડનથી સોફિયા નામની એક યુવતીનો હાઈ-હેલ્લોનો વગેરે જેવા મેસેજ આવેલ અને દરમિયાન બંને વચ્ચે વાતચીત થઇ હતી,

એવામાં એક દિવસે સોફિયા પોતાની કાકીના મેરેજમાં લંડનથી પેરીસ જઈ રહી છે એમ કરી આશિષભાઈને પગની સાઈજ અને સુઝ ગીફ્ટ આપવા હોવાથી માહિતી આપવા કહ્યું હતું.જે  બાદ શાતીર સોફિયાએ કહ્યું કે તમારા સરનામે એક ગીફ્ટ મોકલી છે, જેમા અંદર રૂપિયા 40,000 ડોલર હોવાનું કહી ઇન્ડિયન કસ્ટમ કલીયરન્સ પેટે જે રકમ આવે તે ભરી દેવાની સલાહ આપી હતી. સમય જતા દિલ્લીથી કસ્ટમના નામે જુદા જુદા વ્યક્તિઓએ ફોન કરી, બેંક એકાઉન્ટ આપી કટકે કટકે જુદા જુદા બહાના બતાવી રૂપિયા 14.45 લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં જમા  કરાવી લીધા હતા, જે બાદ પોતા સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થતા આશિષએ મેઘપર પોલીસ દફતરમાં આ બનાવ અંગે સોફિયા નામની મહિલા અને તેની ટોળકીના અજાણ્યા શખ્સો  સામે છેતરપીંડી અને આઈટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે.