પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો અને પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું

મહિલાની હાલત ગંભીર થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી

પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો અને પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું
symbolic image

Mysamachar.in-ગીરસોમનાથ

યુ.પી.ના હાથરસની ઘટના તો આપના ગુજરાત રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ગુન્હાઓની સંખ્યા કાઈ કમ નથી, આજે ગીરગઢડામાંથી એક મહિલા સાથે એક દુખદ કહી શકાય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. ગીરગઢડામાં કોદીયા ગામે પતિએ પત્નીનું નાક કાપી નાખ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, આ ઘટનાની ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ તરફથી મળી રહેલ માહિતી પ્રમાણેગીરગઢડાના કોદીયા ગામમાં દંપતી વચ્ચે આજે સવારે ઝઘડો થયો હતો.

જેમાં બંને વચ્ચે મારામારી થતા પતિએ ઉશ્કેરાય પત્નીનું તીક્ષ્ણ હથિયાર વડે નાક કાપી નાખતા અરેરાટી મચી ગઈ ગઈ હતી. પત્નીનું નાક કાપી પતિ ફરાર થઈ ગયો હતો. મહિલા લોહીલૂહાણ હાલતમાં જ બેભાન થઈ ઘરમાં ઢળી પડી હતી. આસપાસના સ્થાનિકોને આ ઘટનાની  જાણ થતા દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. ત્યારબાદ ગીરગઢડા હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ મહિલાની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનામાં પોલીસે નાક કાપનાર મહિલાના પતિની શોધખોળ હાથ ધરી છે.