Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાંથી વધુ એક વખત મોટીમાત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને સફળતા મળી છે.અને નશાનો સામાન નસેડીઓ સુધી પહોચે તે પહેલા જ ઝડપાઈ ચુક્યો છે આ અંગે મળતી વિગતો મુજબ એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે,જે.ભોયેના માર્ગદર્શન હેઠળ સ્ટાફને ખાનગી બાતમી આધારે મોરકંડા રોડ, સનસીટી-2 શેરી નં.-4 જામનગરમાં રહેતો મંહમદહુસેન આમદભાઈ સમા વાળો ગેર કાયદેસર કૈફી માદક પદાર્થ ગાંજો પોતાના રહેણાંક મકાને રાખી વેચાણ કરે છે. જેથી તે જગ્યાએ રેઇડ કરતા મંહમદહુસેન આમદભાઈ સમાના રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજો કુલ 41 કીલો 300 ગ્રામ કી.રૂ. 4,13,000 તથા અન્ય મુદામાલ મળી કુલ કી..4,18,000 સાથે પકડેલ અને પુછપરછ દરમ્યાન આ ગાંજો મહારાષ્ટ્ર, નાશીક ખાતેથી લાવેલનું જણાવતા તેના વિરુદ્ધ એનડીપીએસ એકટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ પુછતાછ કરવામાં આવી રહી છે.