Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની એસબીઆઈ બેન્કની શાખામાં આસિસ્ટન્ટ મેનેજર એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા રૂચિરભાઇ દીપકભાઇ પોપટે બેન્કના જ ખાતેદારનું કરી નાખ્યા બાદ ચાર વર્ષે છેક તપાસ પૂર્ણ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, રૂચીર પોપટે પોતાના હોદાનો દુરઉપયોગ કરી અને બેન્કના ખાતેદારના ખાતા નં-66001247958ની રસીદ હોય તેને વિશ્વાસમાં લઇ કાગળમા સહીઓ કરાવી છેતરપીંડી કરી અને ડુપ્લીકેટ બીજી રસીદ બનાવી તે ખોટી હોવાનુ જાણવા છતા ખરા તરીકે ઉપયોગ કરી પોતાના હોદાનો દુરપયોગ કરી બેંક ખાતેદારના ખાતામાંથી કુલ રકમ રૂા-5,00,000/- પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લેતા આ મામલે બેંક અને ખાતેદાર દ્વારા બેન્કના આસિસ્ટન્ટ મેનેજર સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે.