આ વ્યક્તિને ટ્રાંસજેન્ડર ID કાર્ડ આપવામાં આવ્યું, યુવક હવે યુવતી તરીકે ઓળખાશે

આવી સ્થિતિમાં હવે સુધારો થવાની શરૂઆત થઈ ગઈ છે. 

આ વ્યક્તિને ટ્રાંસજેન્ડર ID કાર્ડ આપવામાં આવ્યું, યુવક હવે યુવતી તરીકે ઓળખાશે

Mysamachar.in-રાજકોટ:

સમયની સાથે થતા પરિવર્તનમાં બાયોલોજીક સાયકલ પણ હવે જળમુળથી બદલી શકાય છે..સામાન્ય રીતે સમાજમાં વ્યક્તિ પોતાની જાત કરતા વિરોધ જાતના લક્ષણો પ્રમાણે વર્તે કે એને સ્વીકારે તો સમાજ એને સ્વીકારતો નથી.એમના પ્રત્યે આઘાતજનક વર્તન અને અણગમો દર્શવાઇ રહ્યો છે.સમાજ અને પરિવારમાંથી તિસ્કાર મળવાના કારણે આવા લોકોમાં એક નેગેટિવિટી ઘર કરી જાય છે. ટ્રાંસજેન્ડર વ્યક્તિના પરિવારની સ્થિતિ એવી હોય છે તે સહી શકતી નથી અને કોઈને કહી શકતા નથી. આવી સ્થિતિમાં હવે સુધારો થવાની શરૂઆત થઈ ગઈ છે. હવે સકારાત્મક પરિવર્તનનો પવન ફુંકાઇ રહ્યો છે.

રાજકોટના ક્લેક્ટર અરુણ મહેશ બાબુએ શહેરના યુવાન ચિરાગ ઉર્ફે ચાર્મીને ટ્રાન્સજેન્ડરનું સર્ટિફિકેટ આપી એક નવી શરૂઆત કરી છે. આમ તેને માનસિક રીતે સમર્થન આપ્યું છે. આપણા સમાજમાં ટ્રાન્સજેન્ડર્સને પણ અન્ય લોકોની જેમ જીવન જીવવાનો હક્ક હોવાનું કલેકટરએ કહી ચિરાગને માનસિક હિંમત આપી છે. ક્લેકટર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની મદદ માટે તેઓ તૈયાર છે. એમને મળવાપાત્ર તમામ સરકારી સહાય પુરી પાડવામાં આવશે. આવો વિશ્વાસ અપાવી ક્લેક્ટરે સમાજમાં ચિરાગ ઉર્ફે ચાર્મી જેવા ટ્રાન્સજેન્ડર્સને આગળ આવવા પ્રેરકબળ આપ્યું છે.

ચિરાગ ઉર્ફે ચાર્મીના પિતા જેન્તીભાઇ મકવાણાએ આ પગલાંથી રાજીપો વ્યક્ત કર્યો છે.  આ સાથે કલેકટર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. હવે તેઓ ગર્વ સાથે કહે છે કે, મારે બે સંતાનો છે. નાનો દીકરો ચિરાગ ટ્રાન્સજેન્ડર હોવા છતાં મારા માટે બંને સંતાનો સરખા છે. અમારા પરિવારે એમના વચ્ચે કયારેય કોઈ ભેદભાવ કે પક્ષપાત રાખ્યો નથી. સમાજને નવો દ્રષ્ટિકોણ આપતા જેન્તીભાઈ કહે છે કે સંતાનમાં ખામી હોઈ તો પણ આપણ સૌએ તેનો સ્વીકાર કરીએ જ છીએ ને? આ પણ એક પ્રકારની કુદરતી ખામી છે.

આપણે તેનો તિરસ્કાર ન કરવો જોઈએ પણ પરંતુ પ્રોત્સાહન પૂરું પાડી એનો મનોબળ વધારવું જોઈએ. ચિરાગ જયારે 12 વર્ષનો હતો ત્યારે તેને ખબર પડી હતી કે, તેનામાં સ્ત્રી તરીકેના માનસિક તેમજ શારીરિક પરિવર્તન થવા માંડ્યા છે. એક વર્ષ સુધી પિતાએ ચિરાગની ટ્રિટમેન્ટ કરાવી હતી. પરંતુ ડોક્ટર્સે આ બાળક ટ્રાન્સજેન્ડર્સ છે એવી સ્પષ્ટતા કરી.એ સમયે પણ પરિવારજનો અને આસપાસના પાડોશીઓએ હિંમતપૂર્વક આ હકીકત સ્વીકારી અને જરૂરી સાથ સહકાર પૂરો પાડ્યો.

ધો. 11 સુધી ભણેલો ચિરાગ અત્યારે 20 વર્ષનો છે. સારો એવો અભ્યાસ કરીને ભવિષ્યમાં સારા ફેશન ડિઝાઈનર બનવાની એની ઈચ્છા છે. ચિરાગના પણ ઘણા મિત્રો છે. તે એમની સાથે હરવા ફરવા માટે જાય છે. રેસ્ટોરન્ટમાં જમવા જાય છે. પિતા જેન્તીભાઈ જણાવે છે કે, આજના આધુનિક યુગમાં પોઝિટિવ ચેન્જ અને સમાજમાં ટ્રાન્સજેન્ડરોને એક સમાન હક મળે એ જરૂરી છે.  ટ્રાન્સજેન્ડર્સ હવે આઈ. કાર્ડ થકી તેમની ઓળખ આપી શકશે.