મોરબીના શખ્સે વાડીનારની મહિલાના નામથી ફેક INSTAGRAM આઈ.ડી બનાવીને...

યુવતી તથા તેના પરિવારજનોના ફોટા પણ અપલોડ કર્યા

મોરબીના શખ્સે વાડીનારની મહિલાના નામથી ફેક INSTAGRAM આઈ.ડી બનાવીને...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

આજકાલ જો કોઈને બદનામ કરવા હોય તો સોશ્યલ મીડિયાનો ભરપુર દુરૂપયોગ કરનારાઓની કમી નથી, અને આ સરળ માધ્યમથી ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામની એક યુવતીના ધ્યાન બહાર તેણીના નામથી ઈન્સ્ટાગ્રામ પર આઈ.ડી. બનાવીને તેમાં ફોટા અપલોડ કરવા બદલ મોરબીના ઝીંઝુડા ગામના એક શખ્સ સામે ફરિયાદ દાખલ થઇ છે, ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા એક પરિવારની પરિણીત મહિલાના ફોટા ઈન્સ્ટાગ્રામ પર ગત એપ્રિલ માસમાં અપલોડ થયાનું તેણીના ધ્યાને આવ્યું હતું.

મહિલાના નામથી તેણીની કે તેના પરિવારજનોની સંમતિ વગર તેણીને બદનામ કરવાના ઈરાદાથી ફેક ઈન્સ્ટાગ્રામ આઈ. ડી. બનાવવામાં આવી હતી. આટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ પર તેની ઓળખની ચોરી કરી, આ યુવતી તથા તેના પરિવારજનોના ફોટા પણ અપલોડ કર્યા હોવાનું ખુલવા પામ્યું છે. આમ, ઈન્સ્ટાગ્રામ પર ઓનલાઈન ફોટા અપલોડ કરી, આ યુવતીને બદનામ કરવાના ઈરાદે કેટલાક બિભત્સ મનાતા ફોટા અપલોડ કરવા સબબ આ મહિલાએ મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામના રહીશ બાઉદ્દીન સદરુમીયા પીરજાદા નામના શખ્સ સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.