એક સમયના પોલીસ કોન્સ્ટેબલ આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા

ચાર વર્ષ જેટલા સમયગાળા બાદ બદલાયા પ્રમુખ

એક સમયના પોલીસ કોન્સ્ટેબલ આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા
file image

Mysamachar.in-સુરત

ગુજરાતમાં એક તરફ રાજ્યસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે તોડ-જોડની રાજનીતિ ચાલી રહી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ભાજપે પ્રદેશ ભાજપના નવા પ્રમુખ બદલી નાંખ્યા છે. હાઇ કમાન્ડે ચંદ્રકાંત રઘુનાથ પાટીલને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. જીતુ વાઘાણીના બદલે સીઆર પાટિલને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સીઆર પાટીલ અત્યારે નવસારી લોકસભાથી સાંસદ છે સીઆર પાટીલ ગત લોકસભામાં સૌથી વધુ મતથી જીતનારા સમગ્ર દેશમાં ત્રીજા ક્રમના સાંસદ છે. સીઆર પાટીલ સુરતની આઇટીઆઇથી અભ્યાસ કરેલો છે અને તેઓ 1975માં પોલીસ કોન્સ્ટેબલ પણ રહી ચૂકેલા છે તથા અન્યાય સામે અવાજ ઉઠાવતા તેમના પર સસ્પેન્સનનો કોરડો વિઁઝવામાં આવ્યો હતો.