જામનગર ખીલોશ સહિતના વિસ્તારોમાં વાવોઝાડા જેવા માહોલએ સંખ્યાબંધ વીજપોલ પાડી દીધા, પરડવામાં 3 ઇંચ વરસાદ 

ગતરોજ ધ્રોલ પંથકમાં હતો વરસાદ, ક્યાં કેટલો વરસાદ તે પણ વાંચો 

જામનગર ખીલોશ સહિતના વિસ્તારોમાં વાવોઝાડા જેવા માહોલએ સંખ્યાબંધ વીજપોલ પાડી દીધા, પરડવામાં 3 ઇંચ વરસાદ 

Mysamachar.in-જામનગર:

ચોમાસાની ઋતુ શરુ થઇ ચુકી છે, ત્યારે ગતરોજ જામનગર જીલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઝાપટા તો ક્યાંક સારો એવો વરસાદ પણ પડ્યા પણ જામનગર ગ્રામ્યના ખીલોશ ગામે મીની વાવોઝાડા જેવા વાતાવરણે કાલાવડ નજીકના જશાપર ગામે જેટકોનો 220 કેવીનો ટાવર પણ તૂટી પડ્યો હતો, તો જામનગર નજીકના ખીલોશ ગામે 50 જેટલા વીજપોલ ધરાશાયી થતા વીજતંત્રની ટીમો અહી સમુનમુ કરવા કામે લાગી છે.જામનગર જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં જામનગર તાલુકાના ફલ્લા ગામે 1 ઇંચ, જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામે 1 ઇંચ, પરડવામાં 3 ઇંચ વારસદ નોંધાયો છે.