મોરબીમાં બનેલ દુર્ઘટનાની ચાલુ કેબીનેટ બેઠક દરમિયાન લેવાઈ નોંધ, CM સ્થળ પર જવા રવાના

મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ જાહેર કરી સહાય 

મોરબીમાં બનેલ દુર્ઘટનાની ચાલુ કેબીનેટ બેઠક દરમિયાન લેવાઈ નોંધ, CM સ્થળ પર જવા રવાના

Mysamachar.in:મોરબી:

આજે મોરબીના હળવદમાં એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે, દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોને સહાય જાહેર કરી છે મુખ્યમંત્રી અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા તેમની તમામ ઓફિસ મિટિંગો અને કાર્યક્રમો રદ કરી, હળવદ દુર્ધટના સ્થળની રૂબરૂ મુલાકાતે જવા રવાના થયાનું જાણવા મળે છે,

ચાલુ મંત્રીમંડળની કેબિનેટ બેઠક દરમ્યાન હળવદ જી.આઇ.ડી.સી.માં આવેલ સાગર સોલ્ટમાં દિવાલ ધસી પડવાની ગોઝારી ઘટનાની ગૃહ મંત્રી તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાને જાણ થતાં મુખ્યમંત્રીનું દુર્ધટના સંદર્ભે ધ્યાન દોર્યુ હતું.મુખ્યમંત્રીએ ચાલુ કેબિનેટ બેઠકમાંથી જ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્ક કરી, બચાવ અને સહાયની કામગીરી કરવા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.એટલુ જ નહિ પણ મુખ્યમંત્રીએ તેમના રાહતફંડમાં મૃતકોના વારસદારોને 4 લાખની સહાય જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૃતકોના વારસદારોને 2  લાખની સહાય આપવાનું જણાવાયેલ છે સાથોસાથ ઇજાગ્રસ્તો આસામીઓને રૂા.50,000-સહાય પેટે ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.