તોફાની ટોળાને કાબુમાં લેવા ગુજરાત પોલીસ વિભાગમાં સામેલ થયું નવું હથિયાર

શું છે એ હથિયારની ખાસિયત જાણો....

તોફાની ટોળાને કાબુમાં લેવા ગુજરાત પોલીસ વિભાગમાં સામેલ થયું નવું હથિયાર

Mysamachar.in-ગાંધીનગર

ગુજરાત પોલીસની શક્તિમાં થયો છે વધારો અને આ વધારાથી પોલીસને ઘણી સરળતા પણ રહેશે તેવી આશા સેવાઈ રહી છે, ગુજરાત પોલીસ હવે દેશની પહેલી પોલીસ ફોર્સ બની ગઈ છે કે, જે ટેઝર ગનનો યુઝ કરશે. ટેઝર ગન એ એક ઈલેક્ટ્રીક શોક આપતી ગન છે. ગુજરાત પોલીસ દ્વારા VVIP,VIPઓની સુરક્ષા માટે 25 ટેઝર ગન વસાવવામાં આવી છે. આ અંગે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ ટ્વીટ કરી જાહેરાત છે. ડીજીપી શિવાનંદ ઝાએ ટ્વિટ કર્યું કે હતું કે “ગુજરાત પોલીસ એ દેશની પહેલી લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે કે જેણે 25 ટેઝર ગન ઉમેર્યાં છે, આધુનિકરણના પ્રયત્નોના ભાગરૂપે જે તેના શસ્ત્રાગારમાં ઓછા ઘાતક શસ્ત્ર છે. ટેઝર બંદૂકોનો ઉપયોગ વીવીઆઈપી/વીઆઈપી સુરક્ષા, ભીડ નિયંત્રણ અને ડી-એસ્કેલેશન હથિયાર તરીકે થઈ શકે છે.

ટેઝર ગન એક ઇલેક્ટ્રિકલ શોક હથિયાર છે. આ બંદૂક વડે ફાયરિંગ કરવાથી તાર સાથેની બે નાની પીન જેવાં ડાર્ટ વ્યક્તિનાં શરીરમાં ઘૂસી જાય છે. જે બાદ વ્યક્તિને જોરદાર ઈલેક્ટ્રીક શોક લાગે છે. જો કે એવું પણ જાણવા મળે છે કે આ ગનથી કોઈ વ્યક્તિને ગંભીર નુકસાન થતું નથી. તોફાની તત્વોને કાબૂ કરવા માટે આ ગન ખૂબ જ કારગાર છે. ગનને વસાવવામાં ગુજરાત પોલીસ દેશની સૌ પહેલી લો એન્ફોર્સમેન્ટ એજન્સી બની છે. તોફાનીઓ, હુમલાખોર કે ભીડને કાબુમાં લેવા માટે આ ગનનો ઉપયોગ થઈ શકે છે. ગનથી હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક આંચકો આપી જે તે વ્યક્તિના ચેતા સ્નાયુને અસમર્થ બનાવીને તેણે કન્ટ્રોલમાં કરે છે.