સગીરાને છરીની અણીએ બનાવી હવસનો શિકાર

દેવભૂમિ દ્વારકા જીલ્લાનો કિસ્સો

સગીરાને છરીની અણીએ બનાવી હવસનો શિકાર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે, લુખ્ખા અને આવારા તત્વો માથું ઉંચકતા હોય તેમ મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાં સગીરાના ઘરમાં ઘૂસીને છેડતી કર્યાનો કિસ્સો તાજો જ છે,તેવામાં કલ્યાણપુર વિસ્તારમાં એક નરાધમ શખ્સે સગીરાને જાહેરમાં બાવડું પકડીને પોતાના ઘરે લઈ જઈ હવસનો શિકાર બનાવીને ઇજ્જત લૂંટી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા હાહાકાર મચી ગયો છે,

આ શરમજનક કિસ્સાની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ગોરાણા વિસ્તારમાં રહેતી સગીરા તેના કૌટુંબિક સગાના ઘર પાસેથી ગત તા.૩૦ના રોજ પસાર થઈ રહી હતી,ત્યારે સગીરાના કૌટુંબિક સગા એવા શખ્સની સગીરા પર નજર બગડતા તેનું બાવડું પકડીને પોતાના ઘરના ફળિયામાં લઈ જઈ શારીરિક છેડછાડ કર્યા બાદ સગીરાએ આનાકાની કરતા છરી બતાવીને દુષ્કર્મ આચરીને નાસી ગયો હતો,દરમિયાન સગીરાના પરિવારને આ બનાવની જાણ થતા ચિંતામાં મુકાઇ ગયો હતો અને હિંમત કરીને કલ્યાણપુર પોલીસ મથકે નરાધમ શખ્સ સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી,ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હાલ આ શખ્સની ઘરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.