20 ઓકટોબરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશે

ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ...

20 ઓકટોબરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશે
file image

Mysamachar.in-રાજકોટ:

ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા આગામી તા. 20/10/2022 થી તા. 12/11/2022 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતીમેળામાં અગ્નિવીર સોલ્જર જનરલ ડ્યુટી, અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ, અગ્નિવીર સોલ્જર ટેકનીકલ તેમજ અગ્નિવીર સોલ્જર ક્લાર્ક/ સ્ટોરકીપર (All Arms) ની કક્ષા માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે ઇચ્છુક ઉમેદવારે http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પર આગામી તા. 3/9/2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલ હશે અને લશ્કરી ભરતી માટેની  યોગ્ય લાયકાત ધરાવતા હશે, તેવા ઉમેદવારોને ફક્ત ઈ-મેઈલ મારફતે જ કોલ લેટર મોકલવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા સંદર્ભે વધુ વિગત મેળવવા માટે આર્મી ભરતી કાર્યાલય, જામનગર ફોન નં. (0288) 2550734 અને મોબાઈલ નં. 8866976188 અથવા રોજગાર કચેરી,જામનગર ખાતે મોબાઈલ નં. 6357390390 પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.