દેવભૂમિ દ્વારકા: સંભવિત વાવાઝોડાની પૂર્વ તૈયારી અંગે કલેકટરના અઘ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષાઋતુ-2021 તથા સંભવિત વાવાઝોડાની પુર્વ તૈયારી અંગે કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીનાના અધ્યક્ષ સ્થાને ગુગલમીટ દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.

દેવભૂમિ દ્વારકા: સંભવિત વાવાઝોડાની પૂર્વ તૈયારી અંગે કલેકટરના અઘ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

આ કોન્ફરન્સમાં જિલ્લાના તમામ કર્મચારી-અધિકારીઓ હેડકવાર્ટરમાં રહે તે અંગેની સુચના આપી હતી. લાયઝન અધિકારીએ મામલતદાર-તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહી નિચાણવાળા વિસ્તાાર તેમજ વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા જણાવ્યું હતું. આશ્રયસ્થાનો નકકી કરી તેમાં પીવાનું પાણી વિજળી, સેનીટેશન વગેરેની ચકાસણી કરવા જણાવ્યું હતું. તેમજ કોવિડ-19ના કારણે સોશ્ય્લ ડીસ્ટેન્સીંગને ધ્યાને લઇ આશ્રય સ્થાનની ક્ષમતા નકી કરવા જણાવ્યું  હતું. દરેક શેલ્ટર હોમ ખાતે રાઉન્ડં ધ કલોક શેલ્ટર ઇન્ચાર્જ, મેડીકલ સ્ટાફ અને પોલીસ સ્ટાફની નિમણુંક કરવા, એન.જી.ઓ.ના સંકલનમાં રહી ફુડ પેકેટ તૈયાર કરવાનું આયોજન કરવા જણાવાયું હતું. હોર્ડિંગ્સં તેમજ રસ્તા‍ પર આવેલ ઝાડની નડતરરૂપ ડાળીઓ દુર કરવા લગત વિભાગને સુચના આપી હતી. વિજ પુરવઠો સતત જળવાય રહે તે માટેનું આયોજન તથા મેઇનટેનન્સ માટેના મટીરીયલનો જરૂરી જથ્થો ઉપલબ્ધ રાખવા પીજીવીસીએલને સુચના આપી હતી.

માછીમારો દરીયામાં ન જાય અને દરીયામાં ગયેલ માછીમારો તાત્કાીલીક પાછા આવી જાય તેવી સુચના આપવા ફીશરીઝ ઓફીસરશને જણાવવામાં આવ્યું હતું. બચાવ અને રાહત કામગીરી માટેની ટીમો બનાવવા તથા શોધ અને બચાવની કામગીરી કરવા માટે આવનાર ટીમના સભ્યોને પી.પી.ઇ. કીટ ઉપલબ્ધી કરાવવા બાબતે સુચના આપવામાં આવી હતી. વાજબી ભાવની દુકાન ખાતે પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ રાખવા, જીવન જરૂરી આવશ્ય‍ક ચીજ વસ્તુુઓનો જથ્થો ખરાબ ન થાય તે રીતે સંગ્રહ કરવા, જરૂરી દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા જણાવાયું હતું. આ ઉપરાંત દરીયા કિનારાથી 5 કી.મી. ની ત્રિજયામાં રહેલા ગામોની યાદી તૈયાર કરવા અને દરીયા કિનારા નજીકના વિસ્તાારો માટે ચેતવણીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ભયજનક મકાનો, કાચા મકાનો, છાપરા અને તેમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેવી વ્યનવસ્થાસ કરવા ચર્ચા કરવામાં આવી હતી.

ચોમાસા દરમ્યાાન પશુ મૃત્યુે, સરકારી કે ખાનગી મકાનના નુકશાનની વિગતો તાત્કાીલીક મળી જાય તેવી વ્યવસ્થા કરવા, કન્ટ્રોલરૂમ કાર્યરત કરવા અને એકશન ટેકન રીપોર્ટ તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, નિવાસી અધિક કલેકટર જાની, કાર્યપાલક ઇજનેરઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, ફશરીઝ વિભાગ, ચીફ ઓફીસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ લગત વિભાગના અધિકારીઓ ગુગલ મીટ દ્વારા ઓનલાઇન જોડાયા હતા.