એક શખ્સ સિક્કા પોલીસ સ્ટેશનમાં પહોચ્યો અને કહ્યું કે તમારા ટોપી પટ્ટા ઉતરાવી નાખીશ 

શું જામનગરમાં પોલીસનો ડર જ નથી રહ્યો..

એક શખ્સ સિક્કા પોલીસ સ્ટેશનમાં પહોચ્યો અને કહ્યું કે તમારા ટોપી પટ્ટા ઉતરાવી નાખીશ 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી ગુન્હેગારો માથું ઊંચકી રહ્યા છે અને તેમાં પણ દારૂબંધી વાળા ગુજરાતમાં જાણે પીનારા કે વેચનારાને પોલીસનો ડર ના હોય તેમ તાજેતરમાં જ ખંભાળિયા ગેટ ચોકી નજીક એક પીધેલો લથડીયા ખાઈ રહ્યાનો વિડીયો વાઈરલ થયા બાદ હવે તો પીધેલ પોલીસ સ્ટેશનમાં અંદર પહોચી પોલીસને "તમારા ટોપી પટ્ટા ઉતરાવી નાખીશ" જેવી ધમકીઓ પણ આપે છે.

વાત છે જામનગર જીલ્લાના સિક્કા પોલીસ મથકની જ્યાં ગીરીરાજસિંહ જાડેજા નામના પોલીસ કોન્સ્ટેબલે ભરતસિંહ જાડેજા નામના ઈસમ સામે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે  ભરતસિંહ જાડેજા રે.સિક્કા પંચવટી સોસાયટી વાળા નંબર વગરની થાર જીપ લઇ અને સિક્કા પોલીસ મથક ખાતે આવેલ અને જોરજોરથી રાડો પાડી આરોપીઓને ક્યારે જામીન આપો છો અને હાજર પોલીસને ગાળો ભાંડી ભરતસિંહ જાડેજાએ તમારા ટોપી પટ્ટા ઉતરાવી નાખીશ તેમ કહી અને ઝપાઝપી કરી અને પોલીક્ર્મીના શર્ટના બટન તોડી નાખેલ હતા આમ આ શખ્સે પોલીસ સ્ટેશનમાં ઉધામો મચાવી અને પોલીસકર્મીની ફરજમાં રુકાવટ કર્યાની અને કેફી પીણું પીધા સબબની કલમો હેઠળ ગુન્હો નોંધી જીપ કબજે લઇ અને જરૂરી કાર્યવાહી કરી છે.