Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામ નજીકથી થોડા દિવસો પૂર્વે એક માનવ કંકાલ મળી આવતા પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી અને મળી આવેલ માનવ કંકાલ કોનું છે અને તેની હત્યા નીપજાવવામાં આવી છે આત્મહત્યા વગેરે જુદા જુદા તારણો પર તપાસ કરતા તપાસના અંતે આ મામલે મોટો ખુલાસો થયો છે અને મળી આવેલ માનવ કંકાલ એક પ્રૌઢ મહિલાનું હોવાનું અને તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે, કાળીધાર સીમમાં પ્રૌઢાએ અનૈતિક સંબંધ બાંધવાની ના પાડતા બે શખ્સોએ પ્રૌઢાનું ગળેટુપો જઈ હત્યા નિપજાવ્યાનું સામે આવતા કાલાવડ રૂરલ પોલીસે બે શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,
કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની કાળીધાર સીમમાં આવેલા કણજારીયુ ડેમની પાળ નજીકના વિસ્તારમાંથી લાખા સોલંકી નામના રબારી યુવાનને ગત તા.30 મે ના રોજ માનવકંકાલ નજરે પડતા કાલાવડ રૂરલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ અને સ્થળ પરથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલ માનવકંકાલ (હાડપીંજર) કબ્જે કરી તપાસ હાથ ધરતા પ્રાથમિક તારણમાં આ માનવ કંકાલ 10 થી 15 દિવસ પહેલાંનું સમયગાળા દરમિયાન અને કોઇ મહિલાનું હોવાનું જાણવા મળ્યું હતું તેમજ મહિલાની ઉંમર આશરે 40 થી 45 વર્ષની હોવાનું અને મહિલાએ કાળા-સફેદ-જીણી લાઈનીંગ વાળો શર્ટ અને બ્લુ કલરનું બ્લાઉઝ તથા બ્લુ કલરનો ચણીયો અને પીળી તથા બ્લુ કલરની ડીઝાઈનવાળી સાડી પહેરેલી હતી.
બાદમાં પોલીસે આ બનાવની તપાસ હાથ ધરતા બે સપ્તાહ પૂર્વે મધુબેન રમેશભાઇ વાઘેલા (ઉ.વ.50) નામના પ્રૌઢાનો મૃતદેહ હોવાનું ખૂલ્યું હતું અને આ અંગે તેણીના કૌટુંબિક રામજી મંજરિયાએ ઓળખ કરી હતી. ત્યારબાદ પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરતા ભુરો છગન વાજેલિયા અને રસિક મકા વાઘેલા નામના બે શખ્સોને મધુબેન સાથે અનૈતિક શરીર સંબંધ રાખવો હતો. જે રાખવાની મધુબેને ના પાડી હતી અને બન્ને આરોપીઓને અપશબ્દો બોલી નાતમાં બહાર કરવાની તેમજ દુષ્કર્મ આચર્યાનો પોલીસ કેસ કરવાની ધમકી આપી બુમાબુમ કરતા ભુરા છગન અને રસિક મકા નામના બન્ને શખ્સોએ ઉશ્કેરાઈને રસિકે પ્રૌઢાના પગ પકડી રાખ્યા હતાં. જ્યારે ભુરાએ મૃતકની ચૂંદડીમાંથી લીરો ફાડીને ગળેટૂંકો જઈ હત્યા નિપજાવી નાશી ગયા હતાં. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.