જ્યારે ડિલિવરી બોયને પ્રેમીએ કહ્યું મારી ફ્રેન્ડ સાથે વાત કરીશ તો તને પતાવી દઇશ..!

આ શહેરનો છે બનાવ

જ્યારે ડિલિવરી બોયને પ્રેમીએ કહ્યું મારી ફ્રેન્ડ સાથે વાત કરીશ તો તને પતાવી દઇશ..!
Symbolic Image

Mysamachar.in-વડોદરા:

વડોદરામાં એક ખ્યાતનામ ફૂડ ડિલિવરી કરતી કંપનીના એક ડિલિવરી બોયને પતાવી દેવાની ધમકી આપી અને હુમલો કર્યાનો મામલો પોલીસમથકે પહોંચ્યો છે,વડોદરાના સત્યમ પાર્ટી પ્લોટ નજીક કરણ પંચાલ નામનો યુવક ખ્યાતનામ ફૂડ ડિલિવરી કરતી કંપનીમાં ડિલીવરી બોય તરીકે નોકરી કરે છે,તે પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવક પર સતીષ ઠાકોર અને તેના મિત્ર દશરથે કરણને રોકીને સતીષે કહેલ કે તે મારી ગર્લફ્રેન્ડનો નંબર કેમ લીધો છે? તેમ કહેતાં કરણે તેને તારી પ્રેમીકાને ફોન કરીને પુછી લે, તેમ જણાવ્યું હતું.

જેથી સતીષે ઉશ્કેરાઈ જઈ કરણ પર કડા વડે હુમલો કરતાં પાંસળી પર ઈજા થઈ હતી. આરોપીએ જતાં જતાં હવે મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરીશ તો મારા જેવો કોઈ નહીં થાય? તને કાપી નાંખીશ, તેવી ધમકી આપી હતી.આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.