Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા નિતેશ પાંડેયની માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.નિનામાની રાહબરી હેઠળ એલસીબી સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપભાઇ ધાધલને ખાનગી હકિકત મળેલ કે નાઘેડીગામમાં રહેતા રામભાઇ જીવાભાઇ મોઢવાડીયા તેનો ભાઇ કાનાભાઇ જીવાભાઇ મોઢવાડીયા અને આસીફભાઇ કાસમભાઇ સુમરા અને તેનો ભાઇ ઇરફાનભાઇ કાસમભાઇ સુમરા ચારેય જણાએ સાથે મળી નાધેડીગામમાં હનુમાન મંદિર પાસે આવેલ પડતર અવાવરૂ મકાનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવા માટે ઉતારેલ છે. તેવી હકિકત આધારે રેઇડ કરતા મકાનમાંથી તથા વર્ના કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલો નંગ-1320 કિ.રૂ.5,28,000 તથા વર્ના કાર જી.જે.03 એફડી 1587 કિ.રૂ. 3,00,000 મળી કુલ રૂ. 8,28,000 નો મુદામાલ મળી આવતા કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રેઇડ દરમ્યાન ચારેય આરોપીઓ હાજર મળી આવેલ નથી. જેઓને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.