Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે હવે પ્રચારના અંતિમ કલાકો ચાલી રહ્યા છે, ત્યારે આજે વોર્ડ નંબર 8 ના લોકપ્રિય ઉમેદવારો દિવ્યેશભાઈ અકબરી, કેતનભાઈ ગોસરાણી, તૃપ્તિબેન ખેતીયા અને સોનલબેન કણજારીયાના સમર્થનમાં આજે એક વિશાળ સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ રેલીમાં જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી ભાજપના કાર્યકરો સહીત વિસ્તારના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં આ સ્કુટર રેલીમાં જોડાયા હતા, તો ભાજપના આગેવાન અને આ વિસ્તારના લોકપ્રિય પૂર્વ કોર્પોરેટર અને હાલ ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ પણ “માયસમાચાર” સાથેની વાતચીતમાં આ વિસ્તારના મતદારો ભાજપની પેનલ જંગી બહુમતીથી વિજેતા બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.અને તેમની પેનલ આવતા 5 વર્ષ માટે પણ વિસ્તારના પ્રશ્નો અને વિકાસ કામો માટે દોડતી રહેશે તેવું વચન આપ્યું હતું.