જવલેરીની દુકાનના પાછળના ભાગે બાકોરું પાડી તસ્કરો 6 કિલો ચાંદી લઇ ગયા

પોલીસની ટીમો તસ્કરોને શોધવા કામે લાગી

જવલેરીની દુકાનના પાછળના ભાગે બાકોરું પાડી તસ્કરો 6 કિલો ચાંદી લઇ ગયા

Mysamachar.in-અમદાવાદ

તાજેતરમાં જ બનાવ સામે આવ્યો હતો જેમાં રાજકોટમાં જ્વલેરીની દુકાનમાં વેપારીને બેધ્યાન કરી કેટલીક મહિલાઓ 3 કિલો જેટલી ચાંદીની ચોરી કરીને લઇ ગઈ હતી, ત્યાં વધુ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે, શહેરના વાસણા વિસ્તારમાં આવેલી ચામુંડા જ્વેલરી શોપમાં બાકોરું પાડીને રૂ.6 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા પ્રયાસ હાથ ધરી છે.

દુકાનના પાછળના ભાગે દિવાલમાં બાકોરું પાડીને અજણાયા શખ્સો દુકાનમાં ઘૂસ્યા હતા. ત્યાર બાદ તસ્કરોએ દુકાનમાં ડિસ્પ્લેમાં ગોઠવેલા દાગીનાની ચોરી કરી હતી. ચોર ટોળકીએ બે દુકાનમાં પાછળની દીવાલમાં નાનું બાકોંરૂ પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. પહેલા વાસણવાળાની દુકાનમાં બાકોંરૂ પાડી અંદર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો, બાદમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જ્વેલરી શોપમાં થયેલી ચોરીના બનાવને લઇ સ્થાનિક પોલીસથી લઇ ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે. હવે તસ્કરોને શોધવા પોલીસ કામે લાગી છે.