દ્વારકા જિલ્લામાં હૃદયરોગના હુમલાએ 27 વર્ષના યુવક સહીત ત્રણનો ભોગ લીધો

દ્વારકા જિલ્લામાં હૃદયરોગના હુમલાએ  27 વર્ષના યુવક સહીત ત્રણનો ભોગ લીધો
symbolice image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હ્રદયરોગના હુમલાને કારણે ત્રણ લોકોના મોત નીપજ્યાનું પોલીસ ચોપડે જાહેર થયું છે મળતી વિગતો મુજબ દ્વારકા જીલ્લાના ઓખા ખાતે રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રહીશ સુનિલભાઈ ભીખાભાઈ રાઠોડ નામના 27 વર્ષના હળપતિ યુવાનને રવિવારે સવારના સમયે તેમની બોટમાં એકાએક ખેંચ આવ્યા બાદ હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ સંજયભાઈ ભીખાભાઈ રાઠોડે ઓખા મરીન પોલીસને કરી છે.

આ ઉપરાંત મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રહીશ કાળીદાસભાઈ ડાહ્યાભાઈ હળપતિ નામના એકાવન વર્ષના આધેડને શનિવારે રાત્રિના સમયે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી ગયાનું હરીલાલભાઈ મોતીભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસમાં નોંધાવ્યું છે.ભાણવડ તાલુકાના વિજયપુર ગામના મૂળ રહીશ અને હાલ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેવાભાઈ વીરાભાઈ ગોરફાડ નામના 65 વર્ષના સગર વૃદ્ધ ગઈકાલે રવિવારે ટ્રાવેલ્સની બસમાં ભાણવડ ખાતે આવી રહ્યા હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવી જતા હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જેની જાણ મૃતકના પુત્ર જગદીશભાઈ દેવાભાઈએ ભાણવડ પોલીસને કરી છે.