એ...ગયું...તેલનું ટેન્કર ગટરમાં...

જાણો વિગતવાર

એ...ગયું...તેલનું ટેન્કર ગટરમાં...

My samachar.in:-બનાસકાંઠા

રાજસ્થાનના જયપુરથી રાયડા રિફાઇન તેલ ભરેલું ટેન્કર નંબર જીજે-12-એટી-7280 શનિવારની રાત્રે બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ભીલડી નજીક ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં રતનપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રના આગળના ગટરમાં પાણીમાં ટેન્કર ખાબક્યું હતું. જો કે ચાલક ટેન્કર મુકી ભાગી ગયો હતો. ટેન્કરમાં તેલ પણ નથી અને ગટરમાં તેલ વહેલું દેખાતું નહી જેને લઇને શંકા કુશંકા ઉપજી છે.હવે પોલીસ ટેન્કર માલિકને બોલાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે તેમ જાણવા મળે છે