જામનગર સહીત કેટલાય જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો પર ચોરીને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઈ

11 ગુન્હાઓનો ભેદ ઉકેલાયો

જામનગર સહીત કેટલાય જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો પર ચોરીને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઈ

Mysamachar.in-રાજકોટ

કેટલાક તસ્કરો એવા હોય છે ધાર્મિક સ્થાનોને પણ તસ્કરી કરવા માટે છોડતા નથી હોતા, એવામાં છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં આવેલા ધાર્મિક સંસ્થાનોને ટાર્ગેટ કરતી ગેંગ પોલીસને હાથ લાગે છે, રાજકોટના કુવાડવા નજીક મંદિર સહીત કુલ 11 જેટલા ધાર્મિક સંસ્થાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપનાર ત્રણ જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પડધરીના થોરીયાળી ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા નાનજીભાઈ શિંગાળા અને તેમની પત્ની વજીબેન સુતા હતા. આ સમયે ત્રણ જેટલા લોકો ધોકા લાકડી વડે આવી તેમની ઉપર હુમલો કર્યો હતો. વૃદ્ધાએ કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી ખેંચી લઇ તથા કબાટમાં રહેલા રૂપિયા 3 લાખ અને મોબાઈલ મળી કુલ 345000 ચલાવવી હતી. જે અંગેની ફરિયાદ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જે બાદ વિવિધ પાસાઓ પર પોલીસ કામ કરી રહી હતી,

એવામાં ફરિયાદીના દીકરાની વાડીમાં ખેતી કામ કરતો હર્ષદભાઈ ઉર્ફે હરી ભાંભોર પણ લૂંટના ગુનામાં સંડોવાયેલો છે. તેમજ તેની સાથે લૂંટ કરવામાં જુવાનસીંગ દીપસિંગ ડામોર તથા ગટુભાઈ જવેરીયાભાઈ પરમાર પણ સામેલ છે. એવામાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે લૂંટમાં ગયેલ મુદામાલ તથા લૂંટ કરવામાં ઉપયોગ માટે લીધેલ મોટરસાયકલ તેમજ લૂંટ કરનાર 3 આરોપીઓને પકડી પાડી તેમની પૂછપરછ કરતા અન્ય મંદિરમાં પણ ચોરી કર્યાની ગુનાની કબુલાત આપી છે. આરોપીઓએ પોતાની કબૂલાતમાં રાજકોટ જામનગર સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આવેલા ધર્મસ્થાનોમાં ચોરી કરી હોવાનંે કબૂલ્યું છે. તપાસ દરમિયાન આરોપીઓ કઈ રીતે ધાર્મિક સંસ્થાનોમાં પ્રવેશી ચોરી સહિતના ગુનાને અંજામ આપતા હોય તેના સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા છે,અને આ ગુન્હાઓનો ભેદ ઉકેલાયો છે.