જામનગર નજીક ખોજાબેરાજા ગામે લુટારુ ટોળકીએ ત્રાટકી લાખોની લુંટ કરી

પોલીસના ધાડેધાડા કામે લાગ્યા

જામનગર નજીક ખોજાબેરાજા ગામે લુટારુ ટોળકીએ ત્રાટકી લાખોની લુંટ કરી
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર નજીક આવેલ ખોજાબેરાજા ગામે સીમવાડી વિસ્તારમાં રહેતા રામભાઈ વિક્રમભાઈ ઓડેદરા તેમના ઘરે પરિવારના અન્ય સભ્યો સાથે હાજર હતા ત્યારે આજે વહેલી સવારે અજાણ્યા આઠ ઈસમો જેઓ આશરે 25 થી 30 વર્ષની ઉંમરના શરીરે ટ્રેક ટી-શર્ટ પહેરેલ અને મોઢે માસ્ક બાંધેલ અને શરીરે મજબુત બાંધાના પરિવારના સભ્યો તેના રહેણાંકે રાત્રીના સુતેલ આ ઈસમો રહેણાંકમા પ્રવેશ કરી હાથમા મૃત્યુ નિપજી શકે તેવા હથિયાર લાકડાના ધોકા ધારણ કરી સાહેદ વિક્રમભાઈને શરીરે ઘા મારી ઈજાઓ કરી ઓસરીમા સુવડાવી રૂમમા સુતેલ સાહેદ નિરૂબેનના રૂમનો દરવાજો ખોલાવડાવી તેને ધોકાથી માર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી તેના રૂમમાથી બે મોબાઈલ ફોન તથા I 20 કાર રજી.નંબર-GJ 12 BR 0407 ની ચાવી લઈ અને તમામને અવાજ નહી કરવાનુ તથા રોકડ રુપીયા કયા છે તે બતાવો નહીતર તમામને મારી નાખશુ તેવી બીક બતાવી ધમકી રૂમમા લાકડાના કબાટમા ખાનામા રાખેલ રોકડ રૂપીયા 1,50,000/-ની તથા સોનાના દાગીના જેમા ત્રણ ચેઈન આશરે ચાર તોલાના તથા એક પેન્ડેલ સેટ આશરે ત્રણ તોલાનુ તથા એક મંગલસુત્ર આશરે છ તોલાનુ તથા એક હાથનો પંજો જે આશરે બે તોલાનો તથા બે વીટી એક તોલાની જે મળી આશરે કુલ-16 તોલા જેની કી.રૂ.5,60,000/-ની તથા I 20 કાર કી.રૂ.1,50,000/- તથા ફરી.સાહેદના મોબાઈલ ફોન નોકીયા કંપનીનો સાદો ફોન તથા ઓપો F 11 મોડલનો ફોન કુલ નંગ-2 કિ.રૂ.2000/-ની મળી કુલ રૂ.8,62,000/- ના માલ મતાની માર મારી ઈજાઓ કરી લુંટ કરી ફરીયાદી તથા તેના પરિવારજનોને રુમમા પુરી બહારથી બંધ કરી જતા રહેતા પોલીસને આ મામલે જાણ કરવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર ટીમ લુંટારૂગેંગને શોધવામાં લાગી છે.